પર્યાવરણના સંદેશ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

November 8, 2019 at 2:19 pm


આગામી તારીખ 13મી નવેમ્બરથી તા.17મી સુધી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરની થીમ સાથે લોકોમાં પર્યાવરણ જાગૃતિના પ્રેરણાદાયી સંદેશ સાથે વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવા થનગની રહ્યું છે. જેમાં તારીખ 13ના રોજ સવારે 9 કલાકે મહાયજ્ઞ સ્થાપન અને આહવાનનો શુભારંભ થશે,
જેમાં ગુરૂકુળ સંકુલમાં શાળાના સંચાલક કે.પી. સ્વામી અને કર્મચારી મિત્રો દ્વારા સ્વમહેનતથી ભવ્ય યજ્ઞશાળા બનાવવામાં આવી છે, જે સંપૂર્ણ વાંસ અને કાપડમાંથી બનાવવામાં આવી છે. યજ્ઞશાળા સાથે તમામ કાર્યક્રમોમાં શાળા સંચાલક કે.પી સ્વામીજીનો આશય ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો સંદેશ પર્યાવરણ જાગૃતિ કેળવવાનો પણ રહ્યાે છે, જે અંતર્ગત આ પંચ દિવસીય કાર્યક્રમમાં કોઈપણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવેલ નથી. જેમાં મહોત્સવના નિમંત્રણ માટેના હોર્ડિંગ્સ પણ પહેલી વખત કાપડમાંથી બનાવીને ભાવનગર શહેરમાં લગાવવામાં આવ્યા છે જે સંપુર્ણ છે.
સાથાેસાથ એજ લક્ષ્યને ધ્યાનમાં લઇ પ્રસાદીના બોક્ષ પણ પેપર બોક્સમાં તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પણ કોઈ જગ્યાએ સેલોટેપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી તેની જગ્યાએ એબ્રાે ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, નાનામાં નાની બાબતને ગુરુકુળ પરિવારે પર્યાવરણ બચાવો સંદેશનો સમગ્ર ભાવનગરમાં પ્રસાર કરીને એક આદર્શ શહેર બને તેવા પ્રયત્ન માટે પહેલ કરેલ છે.
તારીખ 14મીના રોજ સવારે 8 કલાકે યજ્ઞ શુભારંભ તેમજ યુવાનોને દિશા નિર્દેશ માટે સવારે 9 થી 11 ભૂતપૂર્વ છાત્ર એવમ યુવા સંમેલન, તેમજ બપોરે 2ઃ30 થી પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે કાળીયાબીડ ટાંકીથી, અક્ષરવાડી, સેન્ટ્રલ સોલ્ટ, આતાભાઈ ચોક, રૂપાણી સર્કલથી ગુરુકુળના કેમ્પસ સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા,પોથીયાત્રા જેમાં વિવિધ સંદેશા પાઠવતા આકર્ષણના કેન્દ્ર સમા ફ્લાેટ્સ, હાથી, ઘોડા, બગી, બેન્ડ, તલવાર રાસ, ગરબા, આદિવાસી નૃત્ય, નાસીક ઢોલ, કવાંટ નૃત્ય, અંગ કસરતના દાવ, લેઝિમ, સ્કેટિંગ અને કેસરિયાળા સાફા સાથે 500 થી વધુ યુવાનો બાઈક અને બુલેટ સાથે જોડાશે. વિશાળ જનમેદનીમાં સંતો મહંતો, યુવાનો, હરિભક્તો, વાલીઆે તેમજ ભાવેણાની ભૂમિના નગરજનો જોડાશે જેમાં પીળા વંાેની થીમ અંતર્ગત શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સમગ્ર શોભાયાત્રા રંગદશ} દ્રશ્યો દ્વારા ભાવેણાની ભૂમિને આનંદવિભોર કરશે.
તારીખ 15મી મૂતિર્ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથાેસાથ પ.પૂજ્ય શાંી સ્વામી નારાયણચરણદાસજી ( વ્રજભૂમિ આશ્રમ આણંદ)ના વ્યાસપીઠે શ્રીમØ ભાગવØ દશમસ્કંધની કથાનું પાવનકારી આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં પ.પૂ.ધ.ધૂ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વચનનો લાભ પણ પ્રાપ્ત થશે.
બપોરે 1 થી 3 માં નારી સન્માનની ભાવનાથી મહિલા ઉત્કર્ષ મંચનું આયોજન, જેમાં પૂ.ગાદીવાળા માતુ, સ્મૃતિ ઈરાની (કેન્દ્રીય મંત્રી, કાપડ અને મહિલા તથા બાળવિકાસ, ભારત સરકાર), વિભાવરીબેન દવે (મંત્રી, મહિલા અને બાળવિકાસ, શિક્ષણ, પ્રવાસધામ ગુજરાત રાજ્ય), ભારતીબેન શિયાળ (સાંસદ ભાવનગર)ની વિશેષ ઉપિસ્થતિમાં યોજાનાર છે.
તા 16મીએ થીમ અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય-1નું 22,222થી પણ વધુ વિદ્યાથ}આે અને ભાવિકો દ્વારા શ્વેતવં પરિધાન સાથે સામૂહિક શ્લોકગાન થવા જઈ રહ્યું છે. જેના દ્વારા ભાવેણાનું ભાવાવરણ પવિત્ર બનશે અને આંતરિક ઉજાર્ના શબ્દ સંચાર થશે અને સમગ્ર વાતાવરણને પ્રફુિંત કરી ભાવનગરની સુખ, શાંતિ અને સમૃિÙ સદાય અકબંધ રહે એવા સુભાષિશ સાથે આ સામુહિક ગીતાગાન યોજાશે. કથા પુણાર્હુતિ સાથે 17મીએ મહોત્સવ પુર્ણ થશે.

Comments

comments