પશ્ચિમ કચ્છમાંથી તડીપારના ત્રણ આરોપીઓ ઝડપાયા

April 13, 2019 at 9:05 am


લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન કચ્છ જિલ્લામાંથી હદપાર થયેલા આરોપીઓ કચ્છમાં પ્રવેશતાં તેને પણ ઝડપી પાડવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં બાંભડાઈ, ધ્રબ અને મોટા વરનોરામાંથી હદપારીના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ અંગેની મળતી વિગતો મુજબ ગઢશીશા પોલીસ દ્વારા બાંભડાઈ ગામથી જલુભા ખાનજી સોઢાની મુન્દ્રા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કચ્છ ઉપરાંત પાંચ જિલ્લામાંથી હદપારીનો હુકમ કર્યો હતો તેમ છતાં આ હુકમની અમલવારી ન કરી આરોપી બાંભડાઈ ગામે આવતાં પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી તેને ઝડપી પાડયો હતો. આવી જ રીતે મુંદરા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા હદપાર કરાયેલ રામપ્રવેશ લક્ષ્મણબિહારીને વિલમાર રીફાઈનરી સામે ધ્રબ સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ભુજ એસડીએમ દ્વારા હદ પાર કરાયેલ શંકર કરમશી રબારી મોટા વરનોરામાં હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરી વરનોરા ગામની સીમમાંથી આરોપીને ઝડપી પાડયો હતો. ત્રણેય આરોપી સામે સંબંધિત પોલીસ મથકોએ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments