પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશમાં ફીદાયીન હુમલાની ચેતવણી

May 11, 2019 at 10:34 am


Spread the love

જમાતુલ-મુજાહેદીન બાંગ્લાદેશ નામની આતંકી સંસ્થા દ્વારા બુધ્ધપૂણિર્માના દિવસે બંગાળ અને બાંગ્લાદેશમાં ફિદાયીન એટેક થવાનો ખતરો છે. ગુપ્તચર વિભાગ દ્વારા આ પ્રકારની ચેતવણી આપવામાં આવી છે અને એમ પણ જણાવ્યું છે કે, આઈએસ દ્વારા પણ આવો હુમલો થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં પ્રસૂતા સ્ત્રીના રૂમમાં આવો ફિદાયીન હુમલો થઈ શકે છે અને આ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશની અંદર પણ આવા હુમલાનો ભય છે.

બંગાળ અથવા બાંગ્લાદેશમાં બુધ્ધવાદી મંદિરોમાં અથવા અન્ય મંદિરોમાં પ્રસૂતા ઘુસીને ફિદાયીન એટેક કરી શકે છે. આઈબીના અધિકારીઆેએ સૌને સાવચેત કરી દીધા છે. ગઈકાલે બપોરે જ પશ્ચિમ બંગાળની સરકારને કેન્દ્ર સરકારે ચેતવી દીધી હતી અને અગમચેતીના પગલાં લેવાની સલાહ આપી હતી. બંગાળને બપોરે જ એલર્ટ આપી દેવાયું હતું. આ એલર્ટને પગલે પશ્ચિમ બંગાળની પોલીસે બંદોબસ્ત અને ચેકિંગની પ્રક્રિયા સઘન બનાવી છે. ખાસ કરીને મંદિરોની આસપાસ સલામતિ વ્યવસ્થા વધુ મજબુત બનાવી છે. બે સપ્તાહ પહેલાં પણ એક મેસેજ બાંગ્લાદેશમાં આવ્યો હતો જેમાં તબાહી મચાવવાની ધમકી અપાઈ હતી. બંગલળ અથવા બાંગ્લાદેશમાં હુમલાની ધમકી અપાઈ હતી.