પશ્ચિમ રાજકોટનું અટલ સરોવર અડધુ ભરાઈ ગયું

August 18, 2018 at 5:08 pm


રાજકોટ શહેરમાં 150 વર્ષ પૂર્વે રાજાશાહી વેળાએ પૂર્વ રાજકોટમાં લાલપરી-રાંદરડા તળાવનું નિમાર્ણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજકોટમાં એક પણ નવું તળાવ બન્યું ન હતું. દરમિયાન મે-2018માં જળ સંચય અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પશ્ચિમ રાજકોટમાં રિ»ગરોડ-2 (અટલ બિહારી વાજપેયી માર્ગ) ઉપર રેસકોર્સ-2 નજીક એક તળાવના નિમાર્ણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તે તળાવનું નામકરણ ‘અટલ સરોવર’ કરવામાં આવ્યું હતું. દરમિયાન છેલ્લા 24 કલાકમાં અટલ સરોવરમાં 1 ફૂટ નવું પાણી આવતાં અટલ સરોવરની સપાટી 10 ફૂટ પહાેંચી ગઈ છે. કુલ 20 ફૂટની ઉંડાઈના અટલ સરોવરનું નિમાર્ણ શરૂ કરાયાના ત્રણ મહિનામાં જ પહેલાં ચોમાસે જ અટલ સરોવર અડધું ભરાઈ જતાં રાજકોટવાસીઆે ખુશખુશાલ થઈ ગયા છે.

વિશેષમાં મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરીના સિટી એન્જિનિયર ભાવેશ જોષી અને અટલ સરોવર પ્રાેજેકટની કામગીરી સંભાળતા સિટી એન્જિનિયર એચ.યુ.દોઢીયાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સવારે ઈજનેરોની ટીમે અટલ સરોવરની વિઝીટ લીધી હતી. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં અને ખાસ કરીને પશ્ચિમ રાજકોટમાં 2 Iચ જેવો વરસાદ વરસી જતાં અટલ સરોવરમાં છેલ્લા 24 કલાક દરમિયાનમાં 1 ફૂટ જેટલું નવું પાણી આવ્યાનો પ્રાથમિક અંદાજ છે. તેમણે ઉમેર્યુ હતું કે, સરેરાશ કુલ 20 ફૂટની ઉંડાઈના અટલ સરોવરમાં 1 ફૂટ નવું પાણી આવતાં હાલ સપાટી 10 ફૂટ પહાેંચી ગઈ છે મતલબ કે અટલ સરોવર અડધું ભરાઈ ગયું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અટલ સરોવરની સપાટી માપવા માટે હાલ સ્થળ પર કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી પરંતુ ઈજનેરો દરરોજ આ સરોવરની મુલાકાત લેતા હોય નિમાર્ણ કાર્યની સાથે સાથે જળસપાટીમાં થતાં વધારાની નાેંધ લેતાં હોય છે. ટૂંક સમયમાં અટલ સરોવરની જળ સપાટી વૈજ્ઞાનિક ઢબે અને નિયમિત માપી શકાય તે માટે ડેમમાં હોય છે તેવી માપપટ્ટી મુકવાનું વિચારાધિન છે.

રાજકોટમાં પ્રથમ વરસાદમાં જ અટલ સરોવરમાં ત્રણ ફૂટ પાણી આવી ગયુ હતું. ત્યારબાદ ધીમી ધારે વરસતા વરસાદથી તબકકાવાર સપાટી વધતી ગઈ હતી અને આજે બપોરની સ્થિતિએ અટલ સરોવરની સપાટી 10 ફૂટ પહાેંચી ગઈ છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ અટલ સરોવરનો પ્રાેજેકટ આગળ ધપી રહ્યાે છે. દરમિયાન અટલ સરોવરમાં ઠલવાયેલી વિશાળ જળરાશી નિહાળવા આજે સવારે રાજકોટવાસીઆે ઉમટી પડયાં હતાં. જયારે આવતીકાલે રવિવારની રજામાં પણ રાજકોટવાસીઆે અટલ સરોવર નિહાળવા ઉમટી પડશે તેવી શકયતા છે. આગામી દિવસોમાં અટલ સરોવરનું ડેવલપમેન્ટ અમદાવાદના કાંકરીયા તળાવ જેવું થશે.

Comments

comments

VOTING POLL