પશ્ચિમ રેલવેનું વડુંમથક અમદાવાદ લાવવાના મુદ્દે શાસક-વિપક્ષમાં ખેંચતાણ

July 20, 2019 at 11:05 am


વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ ખાતે ખસેડવાના મુદ્દે ભાજપ-કાેંગ્રેસના બે દિગ્ગજ નેતાઆે સામે ખેંચતાણ જામતા વિધાનસભાનો પ્રારંભ ગરમા ગરમી વચ્ચે થયો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ ખસેડવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ કરવામાં આવેલી કામગીરીની વિગતો માગી હતી.
જેના જવાબમાં માર્ગ-મકાન મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં બે વખત રજૂઆત કરવામાં આવી છે. 4-5-2017 અને 1-9-2017 બે વખત કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે લાંબી લચક માગણીઆે લઈ જતા હતા. મોસાળે જમણ અને મા પિરસે તેવા સંજોગોમાં નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર નથી કરી, કોલસામાં 50 ટકા કાપ મુકવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ લાવવાના મુદ્દે આપણે સૌ સાથે મળીને રજૂઆત કરી આવી એ અમો પણ તમારી સાથે દિલ્હી આવવા તૈયાર છીએ અને ગૃહને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.
આવું બોલતાની સાથે જ ધળી ઉઠેલા નીતિન પટેલે વળતો પ્રહાર કર્યો હતો કે અમારે તમારા સપોટની જરૂર નથી, અમે રજૂઆત કરવા સક્ષમ છીએ. કાેંગ્રેસની નકારાત્મક નીતિના કારણે પ્રજા માગણી વખતે જ બુરી નજર વાલે જેવો ઘાટ થયો… રહી થપ્પડની વાત જાહેરાત નહી પરંતુ પ્રજાએ કાેંગ્રેસને નકારાત્મક રાજનીતિને થપ્પડ મારી દીધી છે.

Comments

comments

VOTING POLL