પાંચ એકર જમીન લેવી કે નહી તે અંગે ટૂંક સમયમાં નિર્ણય

November 11, 2019 at 10:45 am


સુપીમ કોર્ટે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને અયોધ્યામાં પાંચ એકર જમીન આપવાનો આદેશ સરકારને આપ્યો છે. આ અંગે બોર્ડ ટૂંક સમયમાં બેઠક બોલાવી નિર્ણય લેશે.
બોર્ડના પ્રમુખ જુફર ફારૂકીએ કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાંઆવશે કે પાંચ એકર જમીન લેવી જોઈએ કે નહી. તેમણે કહ્યું કે આમ તો વકફ બોર્ડની બેઠક 13 નવેમ્બરે મળવાની હતી પરંતુ અયોધ્યા મામલે નિર્ણય આવતાં બેઠક ટાળવામાં આવી હતી.
ફારૂકીએ કહ્યું કે જમીન લેવા મામલે તેમને અલગ અલગ મત મળી રહ્યા છે પરંતુ તેમનું માનવું છે કે નકારાત્મકતાને સકારાત્મકતાથી જ ખતમ કરી શકાય તેમ છે. તેમણે કહ્યું કે અમુક લોકો મત આપી રહ્યા છે કે સુન્ની વકફ બોર્ડે જમીન લેવી ન જોઈએ તો અમુક લોકો જમીન લેવાના પક્ષમાં છે.
ફારૂકીએ કહ્યું કે તેમણે અયોધ્યા મામલામાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર એટલે થયા હતા કેમ કે બન્ને પક્ષો વચ્ચે નકારાત્મકતા ખતમ કરવી હતી. ભલે તે પ્રયત્ન સફળ ન થયો પરંતુ અમારો મત બિલકુલ સાફ છે. અમુક લોકોનો એવો પણ મત છે કે વકફ બોર્ડ જમીન લઈ લે અને તેના ઉપર કોઈ શિક્ષણ સંસ્થાન બનાવે અને એ જ પરિસરમાં એક મિસ્જદ પણ બનવી જોઈએ.

Comments

comments