પાંચ કરોડ લોકોએ 1 વર્ષમાં ઓનલાઈન શોપિંગ બંધ કર્યું

August 21, 2018 at 11:10 am


ભારતીય ઈ-કોમર્સ સેકટરને પાંચ કરોડનો આંકડો ગૂંચવી રહ્યો છે. ભારતમાં નિયમિત ઓનલાઈન શોપિંગ કરનારાઓની સંખ્યા લગભગ પાંચ કરોડની છે. પરંતુ છેલ્લા 12 મહિનામાં એટલી જ સંખ્યામાં ભારતીયોએ ઓનલાઈન શોપિંગ બંધ કરી દીધું છે. આ પાંચ કરોડ લોકોએ ઓનલાઈન ખરીદી બંધ કરી તેના કારણે ઉદ્યોગે આશરે 50 અબજ ડોલરનો બિઝનેશ ગુમાવ્યો છે.
ગૂગલ, ક્ધસલ્ટન્ટ બૈન એન્ડ કંપ્ની અને ફિલાન્થ્રોફિક વેન્ચર ફંડ ઓમિડયાર નેટવર્કે નવ મહિના સુધી રિસર્ચ કર્યુ તેનાં તારણોને સૌને ચોંકાવી દીધા છે. આ ડેટા પ્રમાણે ગયા વર્ષે પ્રથમ ઓનલાઈન ખરીદી કયર્િ પછી 5.4 કરોડ જેટા યુઝર્સે ઓનલાઈન ખરીદી બંધ કરી દીધી હતી.
આ ગ્રુપમાં મોટા ભાગના લોકો એવા છે જેઓ પ્રથમ વખત ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમની આવક પણ ઓછી છે અને તેમને અંગ્રેજીની સરખામણીમાં બીજી પ્રાદેશિક ભાષા વધારે ફાવે છે. સક્રિય ડિજિટલ શોપર્સ અને ડિજિટલ ડ્રોપઆઉટ્સનો 1:1નો રેશિયો મોટા પડકાર સમાન છે તેમનહોત્રીએ જણાવ્યું કે, આ 50 કરોડ ગ્રાહકો પરત મળે તો 50 અબજ ડોલરની ઈ-કોમર્સની તક છે. ઓમિડયાર નેટવર્ક ઈન્ડિયામાં મેનેજિંગ ડિરેકટર પા કુડવાએ જણાવ્યું કે તેમને પરત લાવવાની સફર બહ લાંબી હશે. આપણે તેની સાથે 1.0 વર્ઝનનું ઈ-કોમર્સ ન કરી શકીએ. ભારતમાં ઈન્ટરનેટનું વિસ્તરણ ઝડપી છે પરંતુ ઓનલાઈન શોપિંગમાં એટલો વધારો નથી થયો તેની પાછળના કારણો પણ રિસર્ચમાં જણાવાયા છે. કુડવા કહે છે કે ઘણા યુઝર્સ શોપિંગ કાર્ટના આઈકોનથી પણ માહિતગાર નથી કારણ કે તેઓ મોડર્ન રિટેલનો કોઈ અનુભવ ધરાવતા નથી. તેમને ઓનલાઈન શોપિંગ સાઈટ્સ ફાવતી નથી.
આ ઉપરાંત ભાષાનો પણ અવરો નડે છે. મોટાભાગની સાઈટ અંગ્રેજીમાં છે અને કેટલીક વખત હિન્દીમાં માહિતી મળે છે. તેના કારણે મોટી સંખ્યામાં યુઝર્સ ઓનલાઈન ખરીદી કરી શકતા નથી કારણ કે તેમને માત્ર પ્રાદેશિક ભાષાનું જ્ઞાન છે.

Comments

comments

VOTING POLL