પાંચ ટ્રિલિયનના અર્થતંત્ર માટેના પાયા નહેરુજી, મનમોહને નાખ્યાઃ પ્રણવ

July 19, 2019 at 10:47 am


પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીર્એ મોદી સરકાર પર વેધક કટાક્ષ કરીને કહ્યું છે કે, પાંચ ટ્રિલિયનના અર્થતંત્રની વાતો થઈ રહી છે પરંતુ તેનો પાયો કાેંગી સરકારોએ નાખ્યો છે.

આયોજન પંચનો સંકેલો કરી લેવાના સરકારના પગલાંની ટીકા કરીને પ્રણવદાએ એવો કટાક્ષ કર્યો છે કે પાંત ટ્રિલિયનની ઈકોનોમી સ્વર્ગથી આવવાની નથી. દાદાએ કહ્યું કે, પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના પાયા બ્રિટીશરોએ નાખ્યા નથી પરંતુ સ્વતંત્રતા બાદ ભારતીયોએ આ પાયા નાખ્યા છે. સ્વાભાવિક રીતે જ દાદા નહેરુજી અને ત્યારબાદના કાેંગી સરકારોના કામનો ઉલ્લેખ કરીને એમને ક્રેડિટ આપવા માગે છે.
દિલ્હીમાં એક સમારોહમાં લેકચર વખતે પ્રણવદાએ કાેંગી સરકારોના અર્થતંત્રને મજબૂત કરવા પાયા નાખવા અંગેની પરોક્ષ યાદ અપાવી હતી. કાેંગી શાસનના પંચાવન વર્ષનીવાતો કરતાં લોકોને ખબર જ નથી કે સ્વતંત્રતા મળી ત્યારે ભારત કેવું હતું અને ત્યારબાદ તેનો કેવો વિકાસ થયો છે. આધૂનિક ભારતના નિમાર્ણમાં કાેંગીની સરકારો અને નહેરુજી, ઈિન્દરાજી, શાસ્ત્રીજી વગેરેએ અદ્ભૂત કામ કર્યું છે તેમ કહીને પ્રરવદાએ મોદી સરકારને ટોણો માર્યો છે.

એમણે કહ્યું કે, જવાહરલાલ નહેરુ, મનમોહનસિંઘ અને નરસિંહરાવે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના પાયા નાખ્યા છે. જવાહરલાલ નહેરુએ તો આધુનિક ભારતનું નિમાર્ણ કરાવ્યું છે અને ગૌરવરૂપી સંસ્થાઆે ખોલાવી છે જે આજે ભારતની શાન ગણાય છે.

Comments

comments

VOTING POLL