પાંચ દેશોના કલાકારોએ મળીને બનાવ્યો ૫૮ ફીટનો રેતીનો મહેલ !!!

June 11, 2019 at 11:52 am


જર્મનીમાં 5 દેશોના કલાકારોએ સાથે મળીને 17.66 મીટર એટલે કે અંદાજે 57.94 ફીટ ઊંચો રેતીનો મહેલ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. આ પ્રયાસ અગાઉ બે વર્ષ પહેલાં પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આખરી ઓપ આપતી વખતે મહેલ ઢળી પડ્યો હતો. સૌથી ઊંચા રેત મહેલ (સેન્ડ કેસલ)નો અગાઉનો રેકોર્ડ 16.68 મીટર (54.72 ફીટ)નો હતો. જે જર્મનીના ડુઇસબર્ગ શહેરમાં બનાવવામાં આવ્યો હતો. તેની પહેલાં સૌથી ઊંચા રેત મહેલનો રેકોર્ડ ભારતના નામે હતો. એક મહિનાને અંતે મહેલ બનવાનું સફળ રહ્યું હતું. સેન્ડ કેસલ બનાવવાની શરૂઆત મે મહિનામાં થઇ હતી. આ મહેલ બનાવવા માટેની રેતીને નેધરલેન્ડ્સથી આયાત કરવામાં આવી હતી. 11 ટન રેતીથી આ મહેલ બનાવવામાં આવ્યો છે. મહેલ બનાવતાં પહેલાં 27 મીટર ઊંચું કોન આકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું.

Comments

comments

VOTING POLL