પાંચ નાપાસ વિદ્યાર્થીઆેને ગુપચુપ પાસ કરી દેવાયા

November 8, 2019 at 4:39 pm


સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના અંગ્રેજી ભવનના પાંચ વિદ્યાર્થીઆેને પીએચડી કોર્સ વર્કમાં નાપાસ કરાયા બાદ આ આ મુદ્દે વિવાદ થતાં આખરે તમામ વિદ્યાર્થીઆેને પાસ કરવામાં આવ્યા છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કોર્સ વર્ક માં નાપાસ થયેલા વિદ્યાર્થીઆેને પીએચડી રજીસ્ટ્રેશન તાત્કાલીક રજૂ કરવાનો આદેશ કરાયો છે. સામાન્ય રીતે જે વિદ્યાર્થીઆે પાસ થયા હોય તેમને જ રજિસ્ટ્રેશન કરાવવાનું છે. યુનિવસિર્ટીના સત્તાવાળાઆેએ આ વિવાદાસ્પદ પ્રકરણમાં આ જાહેરાત કરવાનું ટાળ્યું છે. અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દેવા આદેશ કર્યો છે

.

અંગ્રેજી ભવન ના વડા તરીકે જ્યારથી સંજય મુખરજીએ જવાબદારી સંભાળી છે ત્યારથી એક પછી એક નવા વિવાદોમાં ઉભા થઇ રહ્યા છે .એમફીલમાં ગોટાળા નું પ્રકરણ માંડ માંડ સેટ કરાયા બાદ કોર્સ વર્કમાં નાપાસનું પ્રકરણ ગાજયુ છે અને તેમાં કુલડીમાં ગોળ ભાંગવો જેવું તંત્રે કર્યું છે. આ પ્રકારના નિર્ણય લેનાર સામે શું પગલા લેવાયા છે કે તેનો ખુલાસો પૂછાયો છે કે કેમ તેવી પણ કોઈ બાબત જાહેર કરવામાં તંત્ર આગળ આવતું નથી.

Comments

comments