પાંચ રાજ્યોની ચૂંટણી અને શેર માર્કેટ

October 16, 2018 at 10:39 am


પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થવાના છે. એક તરફ પેટ્રાેલ-ડીઝલ-સીએનએજી-એલપીજીના ભાવો આસમાને છે. બીજી તરફ ડોલર સામે રુપિયો સતત તૂટી રહ્યાે છે. અને વધુમાં સ્ટોક માર્કેટમાં કડાકો છે. વેપાર-ધંધામાં મંદી આવી છે. જેથી આમ જનતા મોદી સરકારની નારાજ થઈ છે. પણ હવે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા અને પછી તેમજ લોકસભાની ચૂંટણી વખતે સ્ટોક માર્કેટ કેવું રહેશે, તે ખુબ જ અગત્યનો પ્રશ્ન બની રહ્યાે છે.

મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે, છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં, રાજસ્થાનમાં 7 ડીસેમ્બર, તેલંગાણામાં 7 ડીસેમ્બર અને મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન થશે. અને 11 ડીસેમ્બરે પરિણામ જાહેર થશે. હાલ આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં ભાજપની સરકાર છે, મિઝોરમમાં કાેંગ્રેસ અને તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ) પાસે સત્તા છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી ખુબ મહત્વની બની રહેવાની છે. અને 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાનું રિહર્સલ હશે.હાલ દેશને માથે અનેક મુંઝવતા પ્રશ્નો છે.

આર્થિક રીતે જોઈએ તો પેટ્રાેલ-ડીઝલના ભાવ આસમાને છે. નો ડાઉટ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે, પણ ભારતમાં પેટ્રાેલ ડીઝલના ભાવ ખુબ વધ્યા છે. તો બીજી તરફ ડોલર વધુ મજબૂત થયો, એટલે ક્રૂડની આયાત માેંઘી થઈ જેથી બેવડો માર પડéાે. આથી જ પેટ્રાેલ ડીઝલના ભાવ વધુ વધ્યા છે. આમ જનતા આવું કઈ વિચારતી નથી તેને તો ખિસ્સા પર માર પડે એટલે મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ કરી દે છે. શેર માર્કેટમાં આવેલા કડાકાને કારણે માર્કેટ કેપિટલાઈઝેશમાં 1.50 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું. એટલે કહેવાનું કે મોદી સરકારના આર્થિક નિર્ણયો ઉલટા પડી રહ્યા છે અને તેની નેગેટિવ પરિણામ આપે છે.

Comments

comments

VOTING POLL