પાંચ હજાર કરોડના હેરોઈન રેકેટનો પદાર્ફાશઃ જીરૂની એક ગુણીમાં ચાેંટાડાતું 4 કરોડનું ડ્રગ્સ

July 20, 2019 at 11:13 am


રાજધાની દિલ્હીમાં નશાનો કાળો કારોબાર કેવી રીતે ફૂલીફાલી રહ્યાે છે તેનો તાજો મામલો સામે આવ્યો છે. સ્પેશ્યલ સેલે દિલ્હીમાં ચાલી રહેલા હેરોઈનની ગેરકાયદેસર ફેક્ટરીનો ભાંડાફોડ કર્યો હતો જેની લિન્ક તાલીબાન સુધી જોડાયેલી છે. તેમાં અંદાજે 600 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ દિલ્હીથી જપ્ત કરાયેલું અત્યાર સુધીની સૌથી મોટી ખેપ છે. સ્પેશ્યલ સેલના જણાવ્યા મુજબ આ રેકેટ અત્યાર સુધી ભારતમાં પાંચ હજાર કરોડ રૂપિયાનું હેરોન લાવી ચૂક્યું છે. આ ગેંગ કોથળા દ્વારા હેરોઈનને અફઘાનિસ્તાનથી દિલ્હી લાવતા હતા.

અફઘાનિસ્તાનથી ઈમ્પોર્ટ કરીને દિલ્હી લાવવામાં આવતી જીરૂની ગુણીમાં હેરોઈનનું સ્મગલિંગ કરવામાં આવતું હતું. જીરૂની બોરીઆેને અફઘાનિસ્તાનમાં લિક્વિડ હેરોનમાં ડુબાડી દેવામાં આવતી હતી. ગુણી સુકાઈ જાય એટલે તે દિલ્હી ઈમ્પોર્ટ કરવામાં આવતી હતી. આ પછી ગુણીઆેને તે લોકો દિલ્હીમાં જાકિરનગર િસ્થત ફેક્ટરીમાં લાવીને અનેક પ્રકારના કેમીકલથી ભીજવતા હતા. ભીજાયેલી આ ગુણીઆેને સુકવીને રેસામાં રહેલા હેરોઈનને ખાસ ટેકન્ીકથી પાઉડરમાં તબદીલ કરવામાં આવતી હતી. આ પછી બોરીઆેને સળગાવી નાખવામાં આવતી હતી. જીરૂની એક બોરીથી આેછામાં આેછા એક કિલો હેરોઈન કાઢવામાં આવતું હતું. એક ખાલી બોરીની કિંમત અંદાજે ચાર કરોડ રૂપિયા થઈ જતી હતી. ગુણીઆેમાં હેરોઈનનું સ્મગલિંગ કરવાની આ એક નવી જ રીત હતી.

હેરોઈનને અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના રસ્તે થઈને દિલ્હી લાવવામાં આવતું હતું. અફઘાનના જલાલાબાદથી ડ્રગ્સને પહેલાં કાશ્મીર મોકલાતું હતું. ત્યાંથી ડ્રગ્સને બોરીઆેમાં ચાેંટાડવામાં આવતું હતું. એ બોરીઆેમાં મસાલા ભરવાનું કામ પણ જમ્મુ-કાશ્મીરમાં જ થતું હતું પછી ત્યાંથી કારમાં ભરીને તેને દિલ્હી લાવવામાં આવતું હતું. દિલ્હીમાં ગુણીઆે ખાલી કરવામાં આવતી અને સ્મગ્લર તેને પોતાની સાથે લઈ જતાં હતા. પછી સાઉથ દિલ્હીની આ ફેક્ટરીમાં એ બોરીઆેને હેરોઈનની અલગ કરવામાં આવતું હતું.

જાકીરનગરની ડ્રગ્સની આ ફેક્ટરીમાંથી કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે અફઘાનિસ્તાની છે. તેની પાસેથી સ્પેશ્યલ સેલે 600 કરોડ રૂપિયાની કિંમતનું 150 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આરોપીઆે પાસેથી ચાર લકઝરી કાર, બે પીસ્તલ અને 20 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. પકડાયેલા લોકોમાં અફઘાનિસ્તાનમાં રહેતો શિનવારી રહમત ગુલ અને અખ્તર મોહમ્મદ શિનવારીનો સમાવેશ થાય છે જે ભારતમાં અવર-જવર કરતા રહે છે. આ લોકોને હેરોઈન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનો બહોળો અનુભવ છે. આ ઉપરાંત વકીલ અહમદ, રઈસ ખાન અને ધીરજ ઉર્ફે દીપકને પણ પકડવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL