પાકના નવા વઝીર -એ-આઝમ સામે સમસ્યાના પોટલાં

July 28, 2018 at 6:24 pm


પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઇમરાનખાનનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને ઇમરાનખાન વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે પણ તેમના માટે આવનારો સમય મુશ્કેલી ભર્યો હશે તેમાં બેમત નથી.પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી ભારત માટે પણ ઘણેખરે અંશે મહત્વની છે કારણ કે ઇમરાનખાને પોતાના પહેલા જ પ્રવચનમાં જ ભારત અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. પાકિસ્તાન ભારત સાતેના સંબંધ સુધારવા તૈયાર છે અને કાશ્મીર જેવા મહÒવના મુદ્દા સહિતના વિવાદોને ઉકેલ બંને દેશના નેતાઆે વાટાઘાટ મારફતે લાવે તેવું પાકિસ્તાની સરકાર ઇચ્છે છે એમ જણાવતા પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ (પીટીઆઇ)ના વડા ઇમરાન ખાને ભારપૂર્વક કહ્યું હતું કે એકમેક પર દોષારોપણ કરવાની બંને પડોશી દેશ દ્વારા રમવામાં આવતી રમત સમગ્ર ઉપખંડ માટે નુકસાનકારક હોવાને કારણે તે બંધ કરવી જોઈએ.

ઇમરાનખાને ભારતને ભલે આવી સલાહ આપી પરંતુ તેના માટે મુશ્કેલી આેછી તો નથી જ..તેના પક્ષની તરફેણમાં આવેલા પરિણામો જ વિવાદમાં ફસાયા છે અને વિરોધી પાર્ટીઆે તો ઠીક છેક અમેરિકાને પણ ગરબડીની શંકા ગઈ છે. ઇમરાન ખાનના પક્ષે વિજય તો મેળવ્યો છે પણ આ વિજય પર જબરજસ્ત લાંછન લાગ્યું છે ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિ થઇ હોવાના આક્ષેપોથી. ઇમરાનને પાકિસ્તાની લશ્કરનો ટેકો હતો એ સર્વવિદિત છે અને પાકિસ્તાનમાં લશ્કરનો જેને ટેકો હોય એ જ ચૂંટણી જીતે એ પણ સર્વવિદિત છે.

વિïલેષકોના કહેવા મુજબ આવું જ બન્યું છે. ઇમરાન સિવાયના તમામ પક્ષોએ ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો કર્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણી લશ્કરે ફિક્સ કરી હોવાના આક્ષેપો છે. પાકિસ્તાનના શિક્તશાળી લશ્કર સામે પણ ચૂંટણીમાં ઘાલમેલ કરવાનો અને ગેરરીતિઆે આચરવાનો આક્ષેપ મુકાયો છે.

આવી સ્થિતિમાં ઇમરાનખાન માટે આવનારો સમય સરળ તો નહિ જ હોય તેવું લાગી રહ્યું છે. ભલે તેણે બે દાયકાથી વધુ સમય સંઘર્ષ કર્યો હોય પરંતુ ચારેતરફ અરાજકતા,આતંકવાદ અને ભ્રષ્ટચારને કારણે પાકિસ્તાન દુનિયા આખીમાં વગોવાયેલું છે.અમેરિકા જેવી મહાશિક્તઆે પણ તેના ઉપર નજર રાખી રહી છે.પાકિસ્તાની આતંકવાદ વિશ્વ આંખમાં ફેલાયેલો છે ત્યારે પોતાના દેશની આબરુ પછી મેળવવી અને તેના કરતા પણ વધુ ન જાય તે માટે પ્રયાસો કરવા માટે ઇમરાનખાન સક્ષમ છે કે નહિ તે આવનારા સમયમાં દુનિયાને ખબર પડી જશે.

Comments

comments

VOTING POLL