પાકમાં પેડમેનને નો એન્ટ્રી, મહિલાઓએ કહ્યું- ‘અમને પણ પીરિયડ્સ આવે છે’

February 12, 2018 at 6:22 pm


Spread the love

આર. બાલ્કી નિર્દેશિત ફિલ્મ પેડમેન 9 ફેબ્રુઆરીએ ભારતના થિયટરોમાં રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મમાં અક્ષયની સાથે એક્ટ્રેસ સોનમ કપૂર અને રાધિકા આપ્ટે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં મહિલાઓના પીરિયડ્સ અને સેનેટરી પેડ વિશે ખુલીને વાત કરવામાં આવી છે. જ્યાં ભારતમાં ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, તો પેડમેનને પાકિસ્તાનમાં નહીં બતાવવામાં આવે. આ નિર્ણય પાકના સેન્સર બોર્ડે લીધો છે.પાક સેન્સર બોર્ડનું કહેવું છે કે આ ફિલ્મ તેમના ટ્રેડિશન અને કલ્ચરની વિરુદ્ધ છે. જેના કારણે ફિલ્મને પાકિસ્તાનમાં બેન કરી દેવામાં આવી છે. બોર્ડના સદસ્ય ઈશાક અહમદનું કહેવું છે કે, પાકિસ્તાનમાં આ પ્રકારની ફિલ્મો રિલીઝ કરવાની મંજૂરી આપવામાં નથી આવતી. આ ફિલ્મ અમારી સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધ છે. અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને કેવી રીતે કહી શકીએ કે તમે આ ફિલ્મ ઈમ્પોર્ટ કરી લો. ઈશાક અહમદે આગળ કહ્યું, આ એક ટૈબૂ સબ્જેક્ટ પર બનાવેલી ફિલ્મ છે. અમારી સંસ્કૃતિ, સમાજ અને અહીંયા સુધી કે અમારો ધર્મમાં પણ આ પ્રકારની વાતોની જગ્યા નથી.પેડમેનને પાકિસ્તાનમાં બેન કરવા પર અહીંયાની મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાનના ફેડરલ સેન્સર બોર્ડ પર પોતાના ગુસ્સો નીકાળતા ત્યાંની મહિલાઓ લખી રહી છે કે અમને પણ પીરિયડ્સ આવે છે. ત્યાંની મહિલાઓએ સોશિયલ મીડિયામાં એક કેમ્પેઈન શરૂ કર્યું છે જેના દ્વારા તે સેન્સર બોર્ડને જણાવી રહી છે કે પાકિસ્તાની મહિલાઓને પણ પીરિયડ્સ આવે છે. આ મહિલાઓએ સેન્સર બોર્ડની અપિલ કરી છે કે આ ફિલ્મ પર લગાવેલો પ્રતિબંધ તરત જ હટાવી લેવો જોઈએ.સોશિયલ મીડિયામાં મહિલાઓના આ પ્રકારના અભિયાનમાં ત્યાંના ઘણા પુરુષોનો પણ સાથ મળી રહ્યો છે. આ બધા એક જ સુરમાં પેડમેનના બેન વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.