પાકિસ્તાનના ગોળીબારમાં સ્કૂલ સહિત 55 ઈમારતો ક્ષતિગ્રસ્ત

September 11, 2018 at 11:19 am


ઉત્તરી કાશ્મીરના તંગધાર (કુપવાડા) સેક્ટરમાં પાકિસ્તાને રવિવારે આખી રાત યુÙવિરામનું ઉંંઘન કરી ભારતીય સૈન્ય અને નાગરિક ઠેકાણા પર ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં સ્કૂલની એક ઈમારત અને એક મિસ્જદ સહિત 55 ઈમારતી બાંધકામ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ગોળીબારમાં એક ગ્રામીણ પણ ઘાયલ થઈ ગયો હતો. ભારતીય જવાનોની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની એક ચોકી તૂટી પડવા અને ત્રણ પાકિસ્તાની સૈનિક ઘાયલ થયાના અહેવાલ છે.
પાકિસ્તાની સૈનિકોએ રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યે તંગધાર સેક્ટરમાં મોટાર્ર અને તોપથી ગોળા ફેંક્યા હતા. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેનાની બ્લેક રોક પોસ્ટ અને અંદાજે 11 ગામોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાની ગોળીબારમાં 53 રહેણાક મકાનો ઉપરાંત પારનામાં સરકારી પ્રાયમરી સ્કૂલ તથા દાહની ગામમાં એક મિસ્જદ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. પારના ગામમાં ગ્રામીણ જહૂર અહેમદ શેખ પોતાના ઘર પાસે ફેંકાયેલા તોપના ગોળામાંથી નીકળેલા છરાથી જખ્મી થઈ ગયો હતો. અધિકારીઆેએ જણાવ્યું કે ભારતીય જવાનોએ અંદાજે ત્રણ કલાક સુધી પાકિસ્તાની ગોળીબારનો કોઈ જવાબ આપ્યો નહોતો પરંતુ જ્યારે ગોળાનું પ્રમાણ વધ્યું ત્યારે ભારતીય જવાનોએ પણ વળતો પ્રહાર કર્યો હતો. ત્યારબાદ બન્ને તરફથી એકબીજાના ઠેકાણા પર શરૂ થયેલી ભીષણ ગોળીબાર સવારે પાંચ વાગ્યા સુધી યથાવત રહી હતી.

Comments

comments

VOTING POLL