પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીની ધરપકડ

July 19, 2019 at 10:58 am


Spread the love

પાકિસ્તાનમાં રાજનેતાઆેની ધરપકડનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યાે. ભ્રષ્ટાચારના કથિત આરોપોનો સામનો કર્યા બાદ જેલમાં ધકેલાયેલા નવાઝ શરીફ બાદ હવે વધુ એક પૂર્વ વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીની ધરપકડ કરી લેવામાં આવી છે. પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ પ્રાકૃતિક ગેસ આયાત કરાર સંબંધિત અબજો રુપિયાના કૌભાંડના આરોપમાં અબ્બાસીની ધરપકડ કરી છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર આ ધરપકડ એવા સમયમાં થઈ છે જ્યારે અબ્બાસી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધવા માટે જઈ રહ્યા હતા. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ પ્રાકૃતિક ગેસ મામલે અબ્બાસી વિરુÙ સમન્સ જાહેર કર્યું હતું. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ નોટિસમાં કહ્યું કે તમને વિનંતી છે કે પ્રાકૃતિક ગેસ ટમિર્નલ પર પેટ્રાેલિયમ અને પ્રાકૃતિક સંસાધન મંત્રી તરીકે તમારું નિવેદન નાેંધાવવા તમને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો ઈસ્લામાબાદમાં ડેપ્યૂટી ડિરેક્ટર મલિક જુબૈર એહમદ સમક્ષ હાજર રહેવું પડશે.