પાકિસ્તાનની પછેડી દબાઈ

July 8, 2019 at 9:09 am


માત્ર ભારત જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયની ભીસ વધવાથી હવે ઈમરાનખાનની સરકારે આતંકવાદીઆેને અંકુશમાં લેવાની પહેલ કરી છે કાં એવો દેખાડો કર્યો છે. પાકિસ્તાને મુંબઈના 26/11ના હુમલાના મુખ્ય આરોપી કુખ્યાત હાફીઝ સઈદ સામે પગલાં ભરવાની શરુઆત કર્યાની જાહેરાત કરી છે એટલું જ નહી હાફીઝ અને એના ડઝનેક સાથી સામે આતંકવાદીઆેને આર્થિક મદદ કરવાનો અને મની લોન્ડરિ»ગ સહિતના ગુના પણ દાખલ કરી દીધા છે.શક્ય છે કે, હાફીઝ ની ધરપકડ પણ કરવામાં આવે.

જો કે આ પૂરતું નથી જ. મુંબઈ પરના આતંકવાદી હુમલાના મુખ્ય પાપી અને જમાત-ઉદ-દાવાના પ્રમુખને પાકિસ્તાને જ મોટો કર્યો છે, આશરો આપ્યો છે અને ભારત વિરોધી પ્રવૃિત્ત માટેસહાય ઉછળી ઉછળીને કરી છે. ભૂતકાળમાં ય હાફીઝની ધરપકડ થયાના અને એની મિલકત પર ટાંચ મારવાના તમાશા થયા હતા પણ ભારતના અને માનવતાના ભયાનક દુશ્મન જેવો આ શૈતાન પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતો હતો. આટલું જ નહિ, એ વી.વી.આઈ.પી. સ્ટેટ્સ પણ ભોગવતો હતો.હવે પાકિસ્તાનને જ્ઞાન લાધ્યુ છે ત્યારે જોવાનું રહે કે, તે વાસ્તવમાં પગલાં લ્યે છે કે, પછી દુનિયાની આંખે પાટા બાંધે છે.
બીજી બાજુ હજી હમણાં જ ખુદ અમેરિકાએ દાવો કર્યો કે દાઉદ પાકિસ્તાનમાં છે.

અમેરિકાની ટોચની ગુપ્તચર સંસ્થા એફ.બી.આઈ.એ લંડનની અદાલતમાં નિવેદન કર્યું કે દાઉદ પાકિસ્તાનમાં જ છે અને કરાંચીમાં બેઠો બેઠો પોતાની અપરાધી પ્રવૃિત્ત કરે છે. જો કે જગત જમાદારે ભારતની સમસ્યા સમજીને આ ઘટસ્ફોટ નથી કર્યો પણ છેલ્લાં દસેક વર્ષમાં દાઉદે અમેરિકામાંય પોતાનો પગપેસારો કરી રહ્યાે છે. અમેરિકાને પોતાની ધરતી પર આતંકવાદનો આેછાયો ખપતો નથી.અને મુિસ્લમ આતંકવાદમાં પાકિસ્તાન કેટલું સંડોવાયેલું અને સqક્રય છે એ તો અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા આેસામા બિન લાદેનના વધથી સાબિત કરી દીધું છે.

પાકિસ્તાન ભલે ગંભીર બને કે નહિ, એના પગલાં પર્યાપ્ત અને પ્રતીતિકર નથી છતાં અમેરિકા ભારત ખુલ્લે આમ મળીને કે એકમેકને ગુપ્ત સાથ સહકાર આપીને દાઉદ ઈબ્રાહિમના મામલામાં કંઈક નવા જૂની કરે તો પામવા જેવું નહિ રહે.

Comments

comments

VOTING POLL