પાકિસ્તાનને અક્કલ આવી: કાશ્મીરમાં એલઓસી પર યુદ્ધવિરામના સંપૂર્ણ અમલની ખાતરી

May 30, 2018 at 11:11 am


ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવા સંબંધોમાં ફરી પાછો નવો વળાંક આવ્યો છે અને એક નવી આશા જન્મી છે. બન્ને દેશોના ડીજીએમઓ એટલે કે મિલિટ્રી ઓપરેશનના ડાયરેક્ટર જનરલોએ હોટલાઈન પર વાતચીત કરી હતી અને જમ્મુ-કાશ્મીર એલઓસી પર સંપૂર્ણ રીતે યુદ્ધવિરામનો સાચા અર્થમાં અમલ કરવાનો બન્નેએ પુનર્રોચ્ચાર કર્યો હતો.
2003માં યુદ્ધવિરામની સમજૂતિ થઈ હતી અને તેને સંપૂર્ણ રીતે માન આપવાની પાકિસ્તાનના ડીજીએમઓએ ખાતરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંઘે ગત 16મી મેના રોજ રમઝાન માસને અનુલક્ષીને કાશ્મીરમાં સેનાના ઓપરેશનો બંધ કરવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ પણ પાકિસ્તાન તરફથી ગોળીબાર અને તોપમારો ચાલુ રહ્યો હતો અને તંગદીલી વધી હતી.
આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે ગઈકાલે હોટલાઈન પર લાંબી વાતચીત થઈ હતી અને બન્નેએ યુદ્ધવિરામના સંપૂર્ણ અને સાચા અર્થમાં અમલીકરણનો દૃઢ નિધર્રિ પુન: વ્યક્ત કર્યો હતો. 2017માં પાકિસ્તાન દ્વારા 800થી 900 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું હતું અને તેમાં 15 જેટલા ભારતીય જવાનો શહિદ થયા હતા. ચાલુ વર્ષે પણ અનેક વખત યુદ્ધવિરામના ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા થયા છે અને આ અંગે ભારતીય સેનાના ડીજીએમઓએ હોટલાઈન પર ભારે નારાજગી દશર્વિી હતી પરંતુ બન્નેએ કાશ્મીરમાં એલઓસી પર યુદ્ધવિરામના નક્કર અમલની ખાતરી દોહરાવી હતી. આમ હવે જોવાનું એ રહે છે કે પાકિસ્તાનની સેના દ્વારા અપાયેલી આ ખાતરી કેટલી સાચી ઠરે છે. ભારત તરફથી ક્યારેય સામેથીગોળીબાર કરવામાં આવતો નથી પરંતુ પાકિસ્તાન તરફથી ઉશ્કેરણી થાય છે ત્યારે ભારતીય જવાનોએ ભારે જડબાતોડ જવાબ આપવો પડે છે. યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આ ખેલ બંધ કરવાની પાકિસ્તાને જે ખાતરી આપી છે તેનાથી બન્નેના સંબંધો વધુ આગળ વધવાની ફરીવાર આશા જન્મી છે.

Comments

comments

VOTING POLL