પાકિસ્તાનને પાઠ ભણાવો

January 22, 2019 at 9:06 am


ભારત સાથે શાંતિની વાતો કરતા પાકિસ્તાનના દેખાડવાના અને ચાવવાના જુદા જુદા છે તે આખી દુનિયા જાણે છે અને તે પીઠ પાછળ ઘા કરતુ જ રહે છે. શિયાળામાં દર વર્ષે સરહદેથી ઘુસણખોરીમાં વધારો થતો રહે છે અને આ વખતે પણ આ પ્રવૃિત્ત ચાલુ જ છે. અત્યારે ભારતમાં પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યાે છે અને સરહદે ચહલપહલ વધારીને પાકિસ્તાને ભારતની એજન્સીઆેને દોડતી કરી દીધી છે. આવા પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.

પાકિસ્તાન સેનાને ભલે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં મોટુ નુકસાન ઉઠાવવું પડéું હોય પરંતુ તે પોતાની હરકતોથી બાઝ નથી આવી રહ્યું. ગુપ્તચર એજન્સીનાં એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાની સેના લાઇન આેફ કંટ્રાેલની નજીક લોિન્ચંગ પેડ પરથી સતત ભારતમાં આતંકવાદીઆેની ઘુસણખોરી કરાવવાના કાવત્રા રચી રહી છે. રિપોર્ટ અનુસાર 8 આતંકવાદીઆેનાં એક મોટા જુથની મુવમેંટ એલઆેસી પર જોવા મળી છે જે ભારતીય સેનાની પોસ્ટ પર બેટ એક્શનની તૈયારીમાં છે.

એલ.આે.સી.ઉપર રહેલા લીપા લોિન્ચંગ પેડ પર 8 આતંકવાદી આ મહિને 10 જાન્યુઆરીથી જ લીપા લોિન્ચંગ પેડ પર છે, પરંતુ સતત બરફવષાર્નાં કારણે તથા ખરાબ વાતાવરણનાં કારણે તેઆે બેટ એક્શનને અંજામ ન આપી શકે. તેમનાં ઇન્ટરસેપ્ટરથી અધિકારીઆેને લાગી રહ્યું છે કે તેઆે 24 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે સેનાને નિશાન બનાવી શકે છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર જે 8 આતંકવાદીઆેનાં ગ્રુપના મુવમેંટને જોવામાં આવ્યું છે તેના ગાઇડ મોહમ્મદ અશરફ ટુડ છે. આ ગ્રુપને પીઆેકેનાં ટેરર કેમ્પમાં ટ્રેનિંગ મળેલી છે. તેઆે અનેક ઘાતક હથિયારો સાથે જોવા મળ્યા છે.

જો કે, ભારતીય સેના પાકિસ્તાની સેનાથી હંમેશા એક ડગલું આગળ છે. સંઘર્ષ વિરામ ઉંંઘન અને સ્નાઇપર શોટના પાકિસ્તાની સેનાને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યાે છે. છેલ્લા 48 કલાકમાં ભારતીય સેનાએ પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે.

Comments

comments

VOTING POLL