પાકિસ્તાનને ભુલ સુધારી લેવાની ઉત્તમ તક : જેટલી

July 18, 2019 at 8:20 pm


પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ કુલભુષણ જાધવ કેસમાં આંતરરા»ટ્રીય કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. જેટલીએ ચુકાદાને ભારતની મોટી રાજદ્વારી જીત તરીકે ગણાવીને કહ્યું છે કે, ચુકાદાના કાયદાકીય પાસાઆે દશાૅવે છે કે, ભારતને મોટી સફળતા હાથ લાગી છે. પાેતાના બ્લોગમાં જેટલીએ લખ્યું છે કે, હવે પાકિસ્તાનનું આગામી પગલું શું રહેશે તેના ઉપર વિશ્વની નજર રહેશે. પાકિસ્તાનને ઇન્ટરનેશનલ કોર્ટ દ્વારા તક આપવામાં આવી છે. પાેતાની ભુલોને પાકિસ્તાન સુધારી શકે છે.

ચુકાદા બાદ જેટલીએ તરત જ પાેતાની પ્રતિક્રિયા આપી હતી. જેટલીએ હરિશ સાલ્વેની ટીમની પણ પ્રશંસા કરી હતી. સાથે સાથે ટિ્‌વટર પર તેમને શુભેચ્છા પાઠવી હતી. આ ચુકાદામાં અભ્યાસ કરવામાં આવે તાે કહી શકાય છે કે, ભારતની આ મોટી જીત તરીકે છે. પાકિસ્તાન દ્વારા આને પાેતાની જીત દશાૅવવાની હરકત અંગે વાત કરતા જેટલીએ કહ્યું હતું કે, આનાથી તમામ લોકો હેરાન થઇ રહ્યાા છે. પાકિસ્તાનમાં વિચાર ધરાવતા સમર્થક પાેતાની તરફેણમાં આ ચુકાદાને ગણી રહ્યાા છે. આ વિચારની પાછળ એવા તર્ક આપવામાં આવી રહ્યાા છે કે, આંતરરા»ટ્રીય કોર્ટ દ્વારા જાધવને મુક્ત કરવામાં આવ્યો નથી. હવે ફરીથી સૈન્ય કોર્ટમાં કાર્યવાહી ચાલશે જે પૂર્ણરીતે રાજ્ય પ્રાયોજિત રહેશે. જેટલીએ જુદા જુદા કાયદાકીય પાસાઆે ઉપર પાેતાના લેખની બાબતાેનાે ઉલ્લેખ કયોૅ છે. પાકિસ્તાને કસ્ટડીમાં કેટલીક બાબતાે રજૂ કરી છે.

Comments

comments