પાકિસ્તાનમાં ઈમરાન ખાનની લહેર: શરીફ અને ભુટ્ટો હાર્યા

July 26, 2018 at 11:05 am


પાકિસ્તાનમાં આતંકના ભય અને સેનાની દખલના આરોપ વચ્ચે બુધવારે થયેલા મતદાન પછી આજે મતગણતરી ચાલી રહી છે. શરુઆતના ટ્રેન્ડ્સમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) આગળ ચાલી રહી છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની લહેર જોવા મળી રહી છે. આવા સંજોગોમાં તેમનું વડાપ્રધાન બનવું લગભગ નિશ્ર્ચિત માનવામાં આવે છે. પીટીઆઈ 119 બેઠકો પર આગળ છે. જે રીતે ઈમરાન ખાનની પાર્ટી પરિણામમાં આગળ આવી રહી છે તેને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં આગામી સરકાર ઈમરાન ખાનની હશે. બહુમતીના આંકડા માટે 137 બેઠકો જરુરી છે. આ લખાય છે ત્યારે પણ પાકિસ્તાનમાં મત ગણતરી ચાલી રહી છે અને તમામ બેઠકોના પરિણામ આવવામાં વિલંબ થશે. દરમિયાન ઈમરાન ખાન આજે બપોરે દેશની જનતાને સંબોધિત કરી શકે છે.
બીજી તરફ 58 બેઠકો પર નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) બીજા નંબરે છે અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 37 બેઠકો સાથે ત્રીજા નંબર પર છે. પીએમએલએન અધ્યક્ષ શહબાજ શરીફે અડધી રાત્રે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. તેમને ચૂંટણીના પરિણામને માનવાથી ઈન્કાર કરી દીધો હતો. બિલાવલ ભુટ્ટોએ પણ ટ્વિટ કરીને કહ્યું કે, ’અડધી રાતે પણ ચૂંટણીના ઓફિશિયલ પરિણા નથી મળી શકતાં.’
પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી આયુક્તે ચૂંટણીનું પરિણામ મોડું આવવાનું કારણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ’હું પાકિસ્તાનની જનતાને વિશ્વાસ અપાવવા માંગુ છું કે પરિણામો મોડા આવવા પાછળ માત્ર ટેક્નિકલ કારણ હતું.’
પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે 137 બેઠકની જરૂર છે. તેવી સ્થિતિમાં પરિણામો પર નજર કરતાં હંગ એસેમ્બલી બનવાની સંભાવના વધી ગઇ છે. હવે જોવાનું એ રહેશે કે કઇ પાર્ટી કિંગમેકર બનીને સામે આવે છે.
ચૂંટણીમાં ગફલાના આક્ષેપ
ઈમરાન ખાને પોતાની એનએ-95 મિયાંવલી બેઠક જીતી લીધી છે. ઈમરાન ખાને અહીં પીએમએલ-એનના અબ્દુલ્લા ખાનને હરાવ્યા છે. આ બધાની વચ્ચે પીએમએલ-એન, પીપીપી સહિત 6 પાર્ટીઓ ચૂંટણી પરિણામોમાં છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ અને મિલિભગતનું ષડ્યંત્રની શંકા પણ વ્યક્ત કરી છે, જ્યારે આયોગે આ વાતોને ફગાવી દીધી છે.
સાંજ સુધીમાં આવશે પરિણામ
જિયો ન્યૂઝના અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચના સચિવ બાબર યાકૂબે કહ્યું છે કે ચૂંટણી પરિણામોની જાહેરાતમાં મોડું થઈ શકે છે અને તેનું કારણ ટેક્નિકલ છે આવું કોઈ દબાણ કે ષડ્યંત્ર હેઠળ નથી થઈ રહ્યું. પરિણામ આવવામાં મોડું થવાની જાહેરાતને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તમામ પાર્ટીના પરિણામ આજે સાંજ સુધીમાં આવી શકે છે.
નિયમો પ્રમાણે પાકિસ્તાન ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પરિણામ ફોર્મ 45 પર આપવામાં આવ્યા છે પણ ખી અને હૈદરાબાદમાં ચૂંટણી પરિણામ પેપર પર આપવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL