પાકિસ્તાનમાં બુધવારે મતદાન: ઈચ્છિત પરિણામો માટે આઈએસઆઈનું દબાણ

July 23, 2018 at 11:18 am


પાકિસ્તાનની એક હાઇકોર્ટના જજે દેશની તાકતવર ગુપ્ત એજન્સી પર આરોપ મૂકતા કહ્યું કે તેઓ ચીફ જસ્ટિસ અને અન્ય જજો પર એવા ચુકાદા માટે દબાણ કરી રહ્યા છે કે જેનાથી ખુફિયા એજન્સીને ફાયદો થાય. આ જજે એવું પણ કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમનાં દીકરી મરિયમ પણ ચૂંટણી પહેલાં જેલમાંથી બહાર ન આવી શકે તે માટે તેમની પર દબાણ થઈ રહ્યું છે.
આઈએસઆઈ નથી ઇચ્છતું કે 25મી જુલાઇના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલાં નવાઝ શરીફ જેલમાંથી બહાર આવે. રાવલપિંડી બાર એસોસિએશનમાં પોતાના સંબોધન દરમિયાન ઇસ્લામાબાદ હાઇકોર્ટના જજ શૌકત સિદ્દીકીએ ન્યાયપાલિકા અને મીડિયાને નિયંત્રિત કરવાની કોશિષને લઇ ખુલ્લેઆમ ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) પર પ્રહારો કયર્િ હતા.
તેમણે કહ્યું કે આજે ન્યાયપાલિકા અને મીડિયા બંદૂકવાળા (સેના)ના નિયંત્રણમાં આવી ગયા છે. ન્યાયપાલિકા સ્વતંત્ર નથી. એટલે સુધી કે મીડિયાને પણ સેના પાસેથી નિર્દેશ મળી રહ્યો છે. મીડિયા સાચું બોલી રહ્યું નથી કારણ કે તેઓ દબાણમાં છે અને પોતાના હિતમાં છે. તેમણે કહ્યું કે અલગ-અલગ બાબતોમાં આઇએસઆઇ ઇચ્છા પ્રમાણે પરિણામ પ્રાપ્ત કરવા માટે પોતાની પસંદગીની બેન્ચ ઊભી કરાવે છે.
જસ્ટિસ શૌકત સિદ્દીકીએ કહ્યું કે આઇએસઆઇ એ ચીફ જસ્ટિસ પાસે એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ 25મી જુલાઇના રોજ થનાર ચૂંટણી પહેલાં જેલમાંથી બહાર ના આવે. એટલું જ નહીં એમણે કહ્યું છે કે અવેનફીલ્ડ કેસમાં નવાઝ શરીફ અને તેમની દકીરીની અપીલ પર સુનવણી કરી રહેલ બેન્ચમાં મને સામેલ કરાયો નથી. મુખ્ય ન્યાયાધીશે આઇએસઆઇને કહ્યું કે તેઓ તેમની પસંદની બેન્ચ બનાવશે.

Comments

comments

VOTING POLL