પાકિસ્તાનમાં ભયના માહોલ વચ્ચે મતદાનઃ રાત્રે જ પરિણામ

July 25, 2018 at 10:55 am


પાકિસ્તાનમાં વડાપ્રધાનની પસંદગી માટે મતદાન શરુ થઇ ગયુ છે. પાકિસ્તાનના સમય પ્રમાણે સવારે 8 વાગ્યે મતદાન શરુ થઇ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને આજે મોડી રાત્રે જ પરિણામો જાહેર થઇ જશે. પાકિસ્તાનના ઇતિહાસમાં અત્યાર સુધી કોઇપણ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પૂરો કર્યો નથી. જો આજની ચૂંટણી સમીસૂત્રી પાળ ઉતરી જાય તો બીજી વખત એવું બનશે કે જ્યારે કોઇ લોકતાંત્રિક રીતે પસંદ કરેલ સરકાર આવનારી લોકતાંત્રિક સરકારને સત્તા સાેંપશે. પહેલી વખત 2013માં આવું થયું હતું.

પાકિસ્તાનમાં સસંદીય ચૂંટણીઆેની સાથે પ્રાંતની ચૂંટણીઆે પણ થઇ રહી છે. સંસદ માટે કુલ 342 સીટો છે તેમાંથી 70 સીટો પહેલાં જ આરક્ષિત છે. એટલે કે કુલ 277 સીટો પર સીધી ચૂંટણી દ્વારા ઉમેદવાર પસંદ કરાશે.

આજના મતદાનમાં ટક્કર નવાઝ શરીફની પાર્ટી પીએમએલ અને qક્રકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇન્સાફ વચ્ચે થશે એવું માનવમાં આવી રહ્યું છે. જોકે, મેદાનમાં પાકિસ્તાન પિપલ્સ પાર્ટી પણ છે. જેની આગેવાની બિલાવલ ભૂટ્ટાે કરી રહ્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલાં જે ત્રણ સરવે સામે આવ્યા હતા તે પ્રમાણે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાનમાં સરકાર બનાવી શકે છે. એવા સ્પષ્ટ સંકેત છે. એવા આરોપ લગાવવામાં આવ્યા છેકે પાકિસ્તાની સૈન્ય અને આઇએસઆઇએ ચૂંટણીમાં ફિtક્સગ કરી નાખ્યું છે. આ બંને ઇમરાન ખાનને પદ પર બેસાડીને પોતાની રીતે દેશ ચલાવવા માગે છે. નવાઝ શરીફની ધરપકડને પણ તેની સાથે જોડીને ધ્યાને લેવામાં આવી રહી છે. પાકિસ્તાનના એક જજે કહ્યું હતું કે, આ ચૂંટણીને ઇલેક્શન નહી પણ સિલેક્શન કહી શકાય છે.

પંજાબ પર સૌનું ધ્યાન કેિન્દ્રત

નિષ્ણાતોનું માનવું છે કે, દેશના સૌથી મોટા પ્રાંત પંજાબને જીતનારી પાર્ટી જ સામાન્ય રીતે પાકિસ્તાનમાં સરકાર બનાવે છે. જેમાં નવાઝ શરીફની પાર્ટીની બોલબાલા છે. અહી સૌથી વધારે બેઠકો જીતવાને કારણે નવાઝ શરીફે 2013માં અહી સત્તાની જંગમાં વિજય મેળવ્યો હતો. માત્ર પંજાબ સૂબામાં જ 342માંથી 183 બેઠકો છે. કારણ કે પાકિસ્તાનના 50 ટકાથી વધારે લોકો પંજાબમાં વસે છે.

લાહોરમાં નવાઝ શરીફના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી

પંજાબની 141 બેઠકોમાંથી 14 લાહોરમાં છે. અહી ઇમરાનની પાર્ટી પીટીઆઇ નવાઝ શરીફના ગઢમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે. અહી લાહોરમાં 9 સીટ સૌથી વધુ મહÒવની માનવામાં આવે છે. જ્યા ઇમરાનની ટક્કર પીએમએલએન નેતા અને પૂર્વ રેલવે મંત્રી સાદ રફીક સાથે છે. સાદે અગાઉની ચૂંટણીમાં ઇમરાનને હરાવી દીધો હતો. છેંી ત્રણ ચૂંટણીથી ઇમરાન અહી પંજાબમાં પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ, જીત મળતી નથી. આ વખતેની ચૂંટણીમાં પાંચ બેઠકો પર લાહોર-9, મિયાંવલી, બન્નું, કરાચી પૂર્વ-2 અને ઇસ્લામાબાદ 2 બેઠકો સાથે ચૂંટણીના મેદાનમાં છે. પાકિસ્તાનનો સૌથી વધુ વસતી ધરાવતા પ્રાંત હોવાને કારણે પંજાબમાં એવું મનાઈ રહ્યું છે કે, પંજાબ જીતી લીધું તો સમગ્ર પાકિસ્તાન જીતી લીધું. પંજાબના 6.6 કરોડ મતદાતા છે. પંજાબમાંથી 46 વર્ષમાં પાંચ વડા પ્રધાન પાકિસ્તાનને મળ્યા છે.

કટ્ટરપંથી લડી રહ્યા છે ચૂંટણી

ચુટણીમાં કટ્ટરપંથી અને ધામિર્ક પક્ષો પણ ભાગ લઈ રહ્યા છે. મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદની પાર્ટી મિંી મુિસ્લમ લીગે પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા છે. આ પાર્ટીમાંથી આશરે 200 લોકો ચૂંટણી લડી રહ્યા છે. હાફિઝ સઇદનો દીકરો પણ ઉમેદવાર છે. આ ઉપરાંત તહરીકે લબ્બૈક પાકિસ્તાન, અહલ એ સુન્નત વાલ જમાત, મુત્તાહિદા મજલીસ એ અમલ જેવી પાર્ટીઆે ચૂંટણીમાં પોતાનું નસીબ આજમાવી રહી છે. એક એવી આશંકા છે કે, જીત બાદ સંસદમાં પહાેંચતા જ પાકિસ્તાન સમાજમાં કટ્ટરતા અને ધમા¯ધતા વધશે.

ઉમેદવાર

પાકિસ્તાન ચૂંટણી આયોગ અનુસાર નેશનલ એસેમ્બ્લી એટલે કે વિધાનસભા માટે 3,675 અને પ્રાંતીય વિધાનસભા માટે 8,895 ઉમેદવારો ચૂંટણીના મેદાને છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બ્લી અને રાજ્ય વિધાનસભા માટે એક સાથે ચૂંટણી થઈ રહી છે.

ચૂંટણી આંકડામાં
કુલ મતદારો ઃ 10,59,55,407
પુરુષ મતદારો ઃ 4,67,31,145
મહિલા મતદારો ઃ 5,92,24,262
કુલ ઉમેદવારો ઃ 3,765
મતદાન કેન્દ્ર ઃ 85,000
રાજકીય પક્ષો ઃ 107
સqક્રય પક્ષો ઃ 30
1700 ઃ કરોડ ચૂંટણીનો અંદાજિત ખર્ચ (2013ની ચૂંટણીની સરખામણીમાં 4 ગણો વધુ)
વર્ષ 2013નું પરિણામ
કુલ બેઠક ઃ 342
અનામત સીટ ઃ 70
સીધી ચૂંટણી ઃ 272
પીપીપી ઃ 45
પીટીઆઇ ઃ 33
પીએમએલ ઃ 170
સાથી પક્ષોને મળીને ઃ 189
અન્ય ઃ 94

Comments

comments