પાકિસ્તાનમાં સંજુબાબા અને ભાઇજાનને મળી રાહત!

June 11, 2018 at 10:00 am


પાકિસ્તાન હિંદી સિનેમા પર પ્રતિબંધની ખબરોથી હંમેશાં ચર્ચામાં રહેતો દેશ બની ગયો છે. ‘વીરે દી વેડિંગ’ પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ખબર આવી રહી છે કે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે ઇદ દરમ્યાન ભારતીય ફિલ્મો પર લાગેલા પ્રતિબંધની અવધી ઘટાડીને એક અઠવાડિયા સુધી કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયે કારણે સલમાન ખાનની ‘રેસ થ્રી’ અને રણબીર કપૂર સ્ટારર ‘સંજુ’ને થાેડી રાહત મળી છે. ઇદના તહેવાર પર પહેલા ભારતીય ફિલ્મો પર બે અઠવાડિયા સુધીની રોક લગાવવામાં આવી હતી. જોકે, હવે તેને ઘટાડીને એક અઠવાડિયા સુધી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં સલમાન ખાનના ચાહકોની કોઇ કમી નથી. ભારતીય ફિલ્મોની રિલીઝ ટાળવાને કારણે સ્થાનિક ફિલ્મ વિતરકો પર ભારે દબાણ આવી જતું હોય છે, કારણ કે તેમની રોજી રોટી પર અસર પડે છે.

Comments

comments

VOTING POLL