પાકિસ્તાનમાં હેકરોનો આતંકઃ બેંકો હેક કરી કરોડો રૂપિયા ઉપાડી લીધા

November 7, 2018 at 10:52 am


પાકિસ્તાનમાં ગત અઠવાડિયામાં વ્યાપક સ્તરે હેકિંગના કારણે હજારો લોકોના બેંક ખાતા હેક થયા છે અને ઘણા લોકોના પૈસા ચોરી થયા છે. સંઘીય તપાસ એજન્સી (એફઆઈએ)ના સાયબર અપરાધ સત્તાના અધિકારીઆેએ જણાવ્યું કે તેમણે ઘણા લોકોની ફરિયાદો બાદ તપાસ શરુ કરી છે.

અધિકારીઆેએ જણાવ્યું કે 27 અને 28 આેક્ટોબરના રોજ સાઇબર હુમલો થયો હતો અને લગભગ એક ડઝન બેંકોના કથિત રીતે 8,000 ગ્રાહકોની માહિતી હેક થઇ છે. એફઆઈએ અધિકારીઆેએ જણાવ્યું કે બેંક ઇસ્લામીએ કહ્યું છે કે 27 આેક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કાર્ડ દ્વારા રુ. 26 લાખની ચોરી પછી આ પ્રકારના લેન-દેન પર પ્રતિબંધ મુકાયો હતો.

જીયો ન્યૂઝની એક સમાચાર મુજબ, લગભગ દસ બેંકો તરફથી તમામ આંતરરાષ્ટ્રીય લેન-દેન પર પ્રતિબંધ મૂકાયા બાદ આશરે દસ દિવસ પછી આ કેસ પ્રકાશમાં આવ્યો છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી જોડાયેલા ડેટામાં હેકિંગની ચિંતાને લઇને બેંકોએ આ નિર્ણય લીધો હતો. એફઆઈએના સાયબર ક્રાઇમ વિંગના કેપ્ટન (રીટાયર્ડ) મોહમ્મદ શોએબે જણાવ્યું કે એફઆઈએએ તમામ બેન્કોને આ અંગે પત્ર લખ્યો છે. બેન્કના વડાઆે અને સુરક્ષા વ્યવસ્થાપનની એક બેઠક પણ બોલાવાઇ છે.

Comments

comments

VOTING POLL