પાકિસ્તાને અભિનંદનનું પુતળું વોર મ્યુઝીયમમાં મુકયું

November 11, 2019 at 10:54 am


ભારતને નીચું દેખાડવા સતત કુપ્રચારમાં લાગેલા રહેતા પાકિસ્તાને વધુ એક વખત પોતાની હલકી માનસિકતા દશાર્વતા ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું મેનિક્વીન (પૂતળું) પોતાના વાયુ સેનાના વોર મ્યૂઝિયમમાં લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરીએ ડોગ-ફાઈટમાં અભિનંદને પાકના એફ-16 યુÙ વિમાનને પોતાના મિગ-21થી તોડી પાડéું હતું. જોકે, પોતાના વિમાનમાંથી ઈજેક્ટ થયા બાદ તે પીઆેકેમાં પડéા હતા, જ્યાં તેમને પાક આર્મીએ પકડી લીધા હતા. તેમને 1 માર્ચે અટારી-વાઘા સરહદના રસ્તે મુક્ત કરવામાં આવ્યા હતા.
આ તસવીર હકીકતમાં પાક પત્રકાર અને રાજકીય કોમેન્ટેટર અનવર લોધી ટિંટર પર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, પીએએફએ પોતાના મ્યૂઝિયમમાં ડિસ્પ્લે માટે અભિનંદનનું મેનિક્વીન લગાવ્યું છે. એ વધુ સારું થાત જો ફેન્ટાસ્ટિક ટી વાળો કપ તેમના હાથમાં મૂક્યો હોત. ઉલ્લેખનીય છે કે, અભિનંદનને પકડéા બાદ પાક મિલિટરીએ એક વિડીયો જારી કર્યો હતો, જેમાં અભિનંદન ચા પી રહ્યા છે અને એક સવાલના જવાબમાં તે કહે છે કે, ટી ઈઝ ફેન્ટાસ્ટિક, થેન્ક યુ.
એવું પહેલી વખત નથી કે જ્યારે પાકએ ભારતીય વાયુ સેનાના પાઈલટને લઈને આવી હરકત કરી હોય, આ પહેલા વર્લ્ડ કપ મેચ દરમિયાન એક પ્રમોશનલ વિડીયોમાં અભિનંદનની મજાક ઉડાવી હતી, જે વિડીયોની ઘણી ટીકા થઈ હતી. તો, મેનિક્વીનને મ્યૂઝિયમમાં લગાવી પાકે ફરી એકવખત ટીકાઆેને આમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બાલાકોટ એરસ્ટ્રાઈકના આગામી દિવસે પાકિસ્તાના યુÙ વિમાનો સુરક્ષા સંસ્થાઆે પર હુમલાના ઈરાદે ભારતીય હવાઈ સરહદમાં ઘૂસ્યા હતા, જેના પાછા ધકેલતી વખતે અભિનંદન પીઆેકેમાં જતા રહ્યા હતા, જ્યાં વિમાનથી ઈજેક્ટ થવા દરમિયાન તેમને સ્થાનિક લોકોએ પકડી પાક સેનાને હવાલે કરી દીધા હતા.

Comments

comments