પાકિસ્તાન પહેલા પોતાના ઘરમાં ધ્યાન આપેઃ યુએન પરિષદમાં ભારતે આપ્યો જડબાતોડ જવાબ

September 14, 2019 at 11:04 am


કાશ્મીરને લઇ સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની જીનેવા બેઠકમાં પાકિસ્તાનની તરફથી લગાવામાં આવેલા આરોપોને ભારતે જોરદાર અંદાજમાં જવાબ આપ્યો છે. સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતના સેકન્ડ સેક્રેટરી કુમામ મિની દેવીએ પાકિસ્તાન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે આરોપો લગાવતા પહેલાં પાકિસ્તાન પોતાના એ મામલાઆેને જુએ જયાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, અને સિંધમાં હત્યાની ઘટનાઆે સતત વધી રહી છે. આશ્ચર્યની વાત એ જરાય નથી કે પાકિસ્તાન તથ્યો અને જુઠ્ઠા નિવેદનોના આધાર પર ખોટી વ્યાખ્યાઆે કરે છે.
સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 42મા સત્રમાં કુમામ મિની દેવીએ જોરદાર અંદાજમાં જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન તથ્યો અને જુઠ્ઠા નિવેદનોના આધાર પર ખોટી વ્યાખ્યા કરે છે. અમે પાકિસ્તાનને તેમના ત્યાં ગાયબ થઇ રહેલા લોકો અને વધતી હત્યાઆેના મામલાઆેને જોવાની સલાહ આપીશું જેમની સંખ્યા લાખોમાં છે, ખાસ કરીને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર, ખૈબર પખ્તૂનખ્વા, બલુચિસ્તાન, અને સિંધને લઇ.
તેમણે આગળ કહ્યું કે અમે પાકિસ્તાનને એ પણ સલાહ આપીશું કે તેઆે એ વાતનો સ્વીકાર કરી લે કે કલમ 370 ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાનની તરફથી સતત કરવામાં આવી રહેલા જુઠ્ઠાણા અને મનઘડત નિવેદનોથી આ તથ્ય બદલાવાનું નથી. કુમામ મિની દેવીએ કહ્યું કે ઇતિહાસ સાક્ષી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના લોકો ભારતીય નાગરિક તરીકે લોકતંત્રમાં હંમેશા વિશ્વાસ દખાડéાે તથા નિષ્પક્ષ અને સ્વતંત્ર તરીકે થતાં ચૂંટણીમાં દાયકાઆેથી ભાગ લીધો.
આની પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારના રોજ સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે દાયકાઆેથી ભારતીય દમનના શિકાર અંદાજે 80 લાખ કાશ્મીરી ભારતીય સેનાના ગેર-કાયદા કબ્જાના લીધે છેલ્લાં છ સપ્તાહથી સંપૂર્ણપણે કેદમાં રહેવા મજબૂર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીના મતે ઘાટીમાં છેલ્લાં કેટલાંક દિવસથી ભારતીય સેનાની સંખ્યા સાત લાખથી વધારીને અંદાજે 10 લાખ કરી દેવાઇ.
પાકિસ્તાની વિદેશ મંત્રીએ બેઠકમાં કહ્યું કે ભારત પોતાને લોકતંત્ર, સંઘવાદ અને ધર્મ-નિરપેક્ષતાનો ગઢ હોવાનો દાવો કરે છે પરંતુ તેઆે જે કાશ્મીરમાં કરી રહ્યા છે ત્યાં તેનો અસલી ચહેરો છે. જો કે ની બેઠકમાં પાકિસ્તાની વિદેશ મંત્રીના આરોપોનો જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) વિજય ઠાકુર સિંહે કહ્યું કે ભારતે કાશ્મીરને લઇ જે નિર્ણય કર્યો છે તે સંસદમાં ચર્ચા બાદ લાગૂ થયો છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાન જુઠ્ઠાણાની કમેન્ટ્રી કરી રહ્યું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે. અમારી સરકાર સામાજિક તથા આર્થિક સમાનતા અને ન્યાય માટે પ્રગતિશીલ નીતિઆે અપનાવીને સકારાત્મક પગલાં ભરી રહ્યું છે. પાકિસ્તાનને વૈિશ્વક આતંકવાદનું કેન્દ્ર ગણાવતા વિજય ઠાકુર સિંહે કહ્યું કે પાકિસ્તાન જેટલા આરોપો લગાવી રહ્યું છે તે બેબુનિયાદ અને જુઠ્ઠાણા પર આધારિત છે. કાશ્મીરમાં જે પ્રતિબંધો મૂકાયા છે તે સુરક્ષાને ધ્યાનમાં રાખતા લાગૂ કરાયા છે.

Comments

comments