પાકિસ્તાન પાછા ફરવાની નવાઝ શરીફની જાહેરાત: એકલો નહીં છોડવા પ્રજાને અપિલ

July 7, 2018 at 10:50 am


ભ્રષ્ટાચારના મામલામાં 10 વર્ષની સજા સંભળાવ્યાં પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશને ભાવનાત્મક અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 10 વર્ષની સજાની જાહેરાત પછી શરીફે કહ્યું કે, ’હું પાછો ફરીશ. મને એકલો ન છોડશો.’ અત્યારે નવાઝ શરીફ પોતાની પત્ની અને છોકરી સાથે લંડનમાં રહે છે.
લંડનના એવનફિલ્ડ કરપ્શન કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને 10 વર્ષ અને તેમની દીકરી મરિયમને 7 વર્ષની સજા સંભળાવી છે. નવાઝ શરીફ પર આશરે 73 કરોડ અને મરિયમ પર 18 કરોડનો દંડ પણ લાગ્યો છે. જ્યારે કોર્ટે નવાઝ શરીફના બંન્ને દીકરાઓને ફરાર કહીને તેમની સામે આજીવન અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.
પાકિસ્તાનના નામાંકિત અંગ્રેજી સમાચારપત્રમાં પબ્લિશ અહેવાલ પ્રમાણે સજા સંભળાવ્યાં પછી નવાઝ શરીફે દેશના લોકોને ભાવનાત્મક અપીલ કરી છે. પાકિસ્તાની લોકો માટે તેમનો સંઘર્ષ ચાલુ રાખવાની વાત કરતાં નવાઝ શરીફે અપીલ કરી છે કે આ મુશ્કેલીના સમયમાં તેમને એકલા ન છોડશો.
તેમણે કહ્યું કે મને સજા એટલે મળી છે કે કારણ કે તેમણે પાકિસ્તાનના લોકોને કેટલાક જનરલો અને જજોના દાસત્વમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો. હું વાયદો કરૂં છું કે આ સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાનીઓ આઝાદી નથી મેળવી લેતાં. તે જંજીરોથી આઝાદ નથી થતાં જેમાં તેઓ સાચું બોલી નથી શકતાં.

Comments

comments

VOTING POLL