પાકીસ્તાની મરીન સિક્યુરીટીના આતંકથી બચી ગયેલા 6 ખલાસીઆે પોરબંદર પહાેંચ્યા

January 19, 2019 at 2:35 pm


પાકીસ્તાન મરીને પોરબંદરની બોટને નુકશાન પહાેંચાડતા તે ડુબી રહી હતી ત્યારે કોસ્ટગાર્ડની પેટ્રાેલીગ શીપ અને ડોનીયર પ્લેન દ્વારા છ ખલાસીઆેને બચાવી લેવામાં આવ્éા છે જયારે એક ખલાસી લાપત્તા બન્યાે છે, બચી ગયેલા ખલાસીઆેને પોરબંદર લાવવામાં આવ્યા હતા.
બનાવની વિગત એવી છે કે, તા. 17/1/19ના રોજ કોસ્ટગાર્ડ શીપ રાજરતન પેટ્રાેલીગમાં હતી ત્યારે બજરંગબલી નામની બોટમાંથી એવો મેસેજ આવ્યો કે, સુદામાપુરી નામની ફીશીગ બોટ 6 ખલાસી સાથેની પાણીમાં ડુબી રહી છે.
પાક. મરીને કર્યુ હતું બોટમાં નુકશાન
સુદામાપુરી બોટમાં રહેલા ખલાસીએ કોસ્ટગાર્ડના અધિકારીની પુછપરછમાં જણાવ્éું કે, પાક. મરીન એજન્સીની શીપ પેનન્ટ નં. 1051 દ્વારા તેમની બોટને નુકશાન કરાયું હતું જેથી તેમની બોટ તુટીને ડુબવા લાગી હતી એક ખલાસી લાપતા છે. પોરબંદરની સુદામાપુરી મંડળીની 35 લાખની કિંમતની આ બોટને ડૂબાડી દેવામાં આવી હતી.
શીપ અને પ્લેન દ્વારા બચાવ
આઇસીજીએસ રાજરતન અને ડોનીયર પ્લેનને તાત્કાલીક મોકલવામાં આવ્યા અને ડોનીયર પ્લેન પહાેંચ્યું તો 6 ખલાસી પાણીમાં હતા. તમામ 6 ખલાસીને આઇસીજીએસ રાજરતનમાં રહેલી લાઇફસેવીગ બોટ દ્વારા બચાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
બચેલા ખલાસીને પોરબંદર લવાયા
પોરબંદર કોસ્ટગાર્ડની જેટી ઉપર બચેલા ખલાસીઆેને લાવવામાં આવ્યા હતા જેમાં ઉના નજીક કોબ ગામના નાનુ કાળા, વાંસજ ગામના દિનેશ મનજી ડાભી, ગરાળ ગામના રાઘવ ભાયા, બોડીદર ગામના જયસિંગ પુના, ગરાળ ગામના કાના ભીખા અને કોબ ગામના ભીમા ભાણાનો સમાવેશ થાય છે.
એક ખલાસી દરિયામાં ગૂમ
પાલડી ગામનો નથુ રામસી નામનો 32 વષ}ય અપરણિત ખલાસી સમુદ્રમાં ગૂમ થઈ જતા કોસ્ટગાર્ડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL