પાક.ના દુઃસાહસનો જવાબઃ ભારતે અનેક ચોકીઆેનો કર્યો સફાયો, સૈનિકોને માર્યા ઠાર

August 21, 2019 at 10:36 am


પાકિસ્તાની સેનાના દુસાહસનો ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો છે. મંગળવારે સાંજે જમ્મુના પુંછ જિલ્લામાં સીમાપારથી ગોળીબાર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઆેને ઉડાવી દીધી છે જેમાં પાકિસ્તાનના અનેક સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાની અનેક પોસ્ટ ઉપર મોડીરાત સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતાં દેખાયા હતા. ભારતીય સેના અલગ અલગ જગ્યાએથી પાકિસ્તાની સેનાને જવાબ આપી રહી છે. જો કે કેટલી પાકિસ્તાની પોસ્ટ તબાહ થઈ છે અને કેટલા સૈનિક માર્યા ગયા છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે યુÙવિરામનું ઉંંઘન કરવું પાકિસ્તાનને ભારે પડી ગયું છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોિક્ત નથી.

મંગળવારે સવારે જમ્મુના પુંછ જિલ્લાની કૃષ્ણા ઘાટીમાં નિયંત્રણ રેખા પર નિરીક્ષણ કરવા ગયેલી ભારતીય સેનાની એક જીપ્સીને નિશાન બનાવીને પાકિસ્તાની સેનાએ જોરદાર મોટાર્રમારો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાની ઝપટમાં આવવાથી જીપ્સી ચાલક શહિદ થઈ ગયા હતા જ્યારે તેમાં રહેલા લેફ.કર્નલ સહિત બે અધિકારી અને બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ દરમિયાન પાકિસ્તાને કૃષ્ણા ઘાટીના ડબરાજ ગામમાં પણ ભારે ગોળીબાર કર્યા હતો જેના કારણે સ્થાનિક નાગરિકનું મોત નિપજ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટી ગયા બાદ પાકિસ્તાની સેના હચમચી ગઈ છે. પાક સેના પાંચ આેગસ્ટથી જ નિયંત્રણ રેખા ઉપર સતત યુÙવિરામનું ઉંંઘન કરી રહી છે. મંગળવારે સેનાના એક અધિકારી જમ્મુના નગરોટાની સીમાનું નિરીક્ષણ કરવા ગયા હતા. જીપ્સીમાં તેમની સાથે એક લેફ. કર્નલ રેન્કના અધિકારી અને બે સિપાહી તથા જીપ્સીચાલક કૃષ્ણા ઘાટી સેક્ટરમાં બલનોઈ ક્ષેત્ર પહાેંચ્યા હતા બરાબર તે વેળાએ જ ગોળીબાર શરૂ થઈ ગયો હતો. પાકિસ્તાની સેનાએ જીપ્સીને નિશાન બનાવી મોટાર્ર પણ ફેંક્યા હતા.

Comments

comments

VOTING POLL