પાક.ના નિષ્ફળ કેપ્ટન ઇમરાન ખાનની ગાજરની પીપુડી બટકવાની તૈયારીમાં

October 8, 2019 at 11:38 am


ક્રકેટના મેદાનમાં ફાસ્ટ બોલર તરીકે અને qક્રકેટ ટીમના કેપ્ટન તરીકે સફળ રહેલો માણસ પોલિટિક્સ ના મેદાનમાં અને સત્તાની ખુરશી પર કેટલો બધો નિષ્ફળ અને ઈ મેચ્યોર દેખાય છે તે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ને જોઈને ખબર પડે છે. આ માણસ શાસક તરીકે સદંતર રીતે અત્યારે નિષ્ફળ રહેલા દેખાય છે અને તેની પાસે કોઈ વિઝન કે કોઈ સમજદારી કે ધીર-ગંભીર તા હોય તેવું દેખાતું નથી.
ટેરર ફંડિ»ગ અને આતંકવાદીઆે ને રોકવા માટે પાકિસ્તાને એફ એ ટી એફ ને 15 મહિના નો પોતાનો એક્શન પ્લાન બતાવ્યો હતો અને એમ કહ્યું હતું કે ફંડિ»ગ ને રોકવા માટે પોતે ભરપુર પ્રયાસ કરશે પરંતુ પાકિસ્તાને પોતે આપેલા વચન મુજબ કોઈ કામગીરી કરી નથી અને હવે તને બ્લેકલિસ્ટ માં મૂકવાની તૈયારી ચાલી રહી છે.
ફાઇનાિન્સયલ એક્શન ટાસ્ક ફોર્સ ની પેરિસ ખાતે થોડા દિવસ બાદ મીટીગ યોજાવાની છે અને તેમાં પાકિસ્તાનને બહુ મોટો ઝટકો લાગવાનો છે . દુનિયાભરમાં ટેરર ફંડિ»ગ પર બાજ નજર રાખવાનું કામ આ ટાસ્ક ફોર્સ કરે છે. આ સંસ્થાના એશિયા પેસિફિક ગ્રુપ એ એમ કહ્યું છે કે યુનો ને આપેલી ખાતરીઆે મુજબ ઇમરાન ખાને કોઈ કામગીરી કરી નથી. યુનો દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઆે હાફિઝ સઈદ મસૂદ અઝહર લશ્કર-એ-તોઇબા તેમજ જેશ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને તેમના ગ્રુપ ની સામે કોઈ તપાસ કે કોઈ કઠોર પગલાં લીધા નથી.
13 તારીખ થી 18 તારીખ સુધી આ ટાસ્ક ફોર્સ ની મીટીગ મળવાની છે અને તેમાં તેં રર ફંડિ»ગ ને લઈને પાકિસ્તાન પર સૌથી મોટો ફેંસલો થવાનો છે અને લગભગ તો તેને લિસ્ટ માં મુકવા માટે સર્વ સંમતિ સધાય તેવી શક્યતા છે.
અત્રે યાદ આપવું જરુરી છે કે આ ટાસ્ક ફોર્સ દ્વારા આતંકી ફન્ડિંગ રોકવામાં નિષ્ફળતા બદલ પાછલા વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું હતું. એ પહેલાં પણ 2012 થી 2015 સુધી પાકિસ્તાન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં કહ્યું હતું.
પાકિસ્તાને 2018ના જૂન માસમાં ટાસ્કફોર્સ ને એવો વાયદો આપ્યો હતો કે આતંકી ફન્ડિંગ ના મિકેનિઝમ અને મની લોન્ડરિ»ગ ના અટકાવવા માટે તે ટાસ્ક ફોર્સ ની સાથે કામ કરશે પરંતુ સમય વીતી ગયા બાદ પણ પાકિસ્તાનને પોતાના વાયદા ને ગંભીરતાથી લેવાના બદલે આતંકી ફન્ડિંગ સામે કોઈ તપાસ કે કોઈ કાર્યવાહી કરી નથી અને એટલા માટે એશિયા પેસિફિક ગ્રુપ દ્વારા છેલ્લે જે રિપોર્ટ અપાયો છે અત્યંત ગંભીર છે અને પાકિસ્તાનને બ્લેકલિસ્ટ માં મૂકી દેવા માટે પૂરતો છે.
પાકિસ્તાનને તો એવી સૂચના આપવામાં આવી હતી કે આતંકી ફંડિ»ગ રોકવાની સાથોસાથ પાકિસ્તાનમાં સqક્રય આતંકી સંગઠનો ને લીધે ભેગા થઇ રહેલા ખતરાને આેળખવા અને તેનું આકલન કરવાનું રહેશે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સમુદાયને એ બતાવવું પડશે કે પાકિસ્તાને આતંકી સંગઠનો સામે સખત પગલાં લીધા છે.
ઊલટું થોડા દિવસો પહેલા ઇમરાન ખાને ખુલ્લામાં એની કબૂલાત કરી હતી કે અમે આતંકવાદીઆેને તૈયાર કર્યા છે અલ-કાયદાના આતંકીઆેને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપી છે અને અમેરિકાની મદદથી આ બધું થયું છે.
કોઈપણ દેશના વડાપ્રધાન જો ખુંમખુલ્લા એવો એકરાર કરે કે તેની ધરતી પર આતંકવાદીઆેને તૈયાર કરવામાં આવ્યા છે અથવા તો તૈયાર કરવામાં આવી રહ્યા છે તો તો તે કબૂલાતને આંતરરાષ્ટ્રીય સમુદાય એક પુરાવો પ્રુફ ગણી શકે છે અને પાકિસ્તાન ની સામે કઠોર કાર્યવાહી કરી શકે છે.
પાકિસ્તાનને કાશ્મીરના મુદ્દા પર 60 દેશોનો ટેકો છે તેવો દાવો તેના વિદેશમંત્રીએ કર્યો હતો પરંતુ તેઆે આવા એક પણ દેશનું નામ આપી શક્યા નથી અને જો પત્રકારો તમને સવાલ કરે તો તેઆે ખિજાઈ જાય છે. વાસ્તવમાં કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનના શાસકો તØન ખોટા અને અસત્ય થી ભરેલા છે તે વાતનો અહેસાસ હવે આંતરરાષ્ટ્રીય સમુદાયને થઈ ગયો છે.
ઇમરાન ખાન ની સામે વિશ્વના અનેક દેશો નારાજ છે અને એ જ રીતે પાકિસ્તાનની અંદર પણ તેની સામે વિરોધનો સૂર બુલંદ થયો છે. પાકિસ્તાની સેના પણ ક્રાંતિ નારાજ દેખાઇ રહી છે અને અનેક સંગઠનો અને રાજકીય પક્ષો ઇમરાન ખાન ની વિરુÙ ખુલ્લામાં બોલી રહ્યા છે.
પાકિસ્તાનની અંદર હવે એવા વર્ગો પણ મેદાનમાં આવ્યા છે જે પોતાના જ વડાપ્રધાનની સામે કુચ કાઢવાના છે અને દેખાવો કરવાના છે. જોકે હંમેશા બને છે તેમ પાકિસ્તાનમાં જનતાનો અવાજ દબાવી દેવામાં આવે છે અને ખાસ કરીને વિપક્ષ ની સામે રાગ-Üેષથી પગલાં લેવામાં આવે છે અને તેના નેતાઆેને જેલમાં પૂરી દેવામાં આવે છે.
પાકિસ્તાનના સુકાની તરીકે નિષ્ફળ રહેલા ઇમરાન ખાનની ગાજરનીપીપુડી હવે બટક વાની તૈયારીમાં દેખાઈ રહી છે. ઇમરાન ખાન ને વડાપ્રધાન પદ પરથી ઉથલાવી નાખવા માટે પાકિસ્તાનની અંદર તૈયારી ચાલી રહી છે તેવું ચિત્ર બહાર આવ્યું છે . કોઈ દેશને અશાંત કરવાના પ્રયાસમાં ખુદ પોતાની જ ખુરશી ડામાડોળ થઈ રહી છે માટે ઇમરાન ખાને હવે જેમ બને તેમ જલ્દી આગથી રમત કરવાનું બંધ કરી દેવું પડશે નહીતર તેના ટાટીયા તેના જ ગળામાં વિદાઈ જવાના છે તે લગભગ નક્કી દેખાય છે. થોડા દિવસો બાદ પેરિસમાં ટાસ્ક ફોર્સની મળનારી મિટિંગ બાદ કદાચ સલમાન ખાન માટે ખુરશી પર બેસવું આ સંભવ બની શકે છે અને તેના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.

Comments

comments