પાક.ની જનતાની ઇચ્છા નથી છતાં ઇમરાન કાશ્મીરનો ચિપીયો પછાડે છે !

November 5, 2019 at 11:15 am


અઅત્યારે વિશ્વમાં સૌથી ખરાબ હાલત પાકિસ્તાનની જોવા મળી રહી છે. પાકિસ્તાનની જનતા બેકારી બેહાલી ગરીબી ભૂખમરા અને અશાંતિ થી કંટાળી ગઈ છે અને વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન લગભગ દરેક મોરચે નિષ્ફળ ગયા છે ચૌધરી સામે દેખાઈ રહ્યું છે અને પાકિસ્તાનમાં અફરા તફરીનો માહોલ સજાર્ઈ ગયો છે.
કાશ્મીર નો રાગ છેડવામાં 24 કલાક સતત જાગૃત અને એલર્ટ રહેતા પાકિસ્તાનના શાસકો ખુદ પોતાની જનતાની જ ગરીબી દૂર કરવામાં કેટલા દયાહીન અને નિષ્ક્રિય છે તે હકીકત હવે દુનિયા આખી જાણે છે. પાકિસ્તાનની જનતા કરતા તેના કટ્ટર વાદી મુલ્લાઆે પોતાના હિસાબ-કિતાબ થી આગળ વધી રહ્યા છે એમને પણ જનતાની કોઈ પરવા નથી પરંતુ એ લોકો મનમાની કરવા માંગે છે અને એટલા માટે ઇમરાન ખાનને ઉથલાવવા માટે અભિયાન શરુ કરવામાં આવ્યું છે.ઇમરાન ખાનની ભૂલો પણ બેસુમાર છે. પાકિસ્તાનની જનતાને કાશ્મીરની સમસ્યા માં ઝાઝો રસ નથી પરંતુ એમના માટે તો આર્થિક બધા ખાલી અને ગરીબી આજે સૌથી મોટો પડકાર છે અને પીડા છે અને તેને દૂર કરવામાં ઇમરાન નિષ્ફળ ગયા છે.
આતંકવાદી સંગઠનો દુનિયા આખીમાં હવે બદનામ થઈ ચૂક્યા છે અને ભારત વિરોધી વિચારધારા ને લીધે એ લોકો ખુલ્લા પડી ગયા છે. ઇમરાન ખાનને ઉઠાવવા માટે કટ્ટરવાદી મુલ્લાઆે એ કુચ શરુ કરી છે વાસ્તવમાં ઇમરાન ખાને પણ 2014માં આઝાદી માર્ચ નું આયોજન કર્યું હતું.
હવે ઈમરાનના જ હથિયારથી ત્યાંના કટ્ટરવાદીઆે તને દૂર કરવા માંગે છે.
જોકે ઇમરાન ખાને આતંકી સંગઠનો પર બાજનજર રાખી નથી અને ટેરર ફંડિ»ગ અટકાવવા માટે કોઈ આક્રમક પગલાં લીધા નથી.
પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો બેફામ રીતે વત} રહ્યા છે અને પાકિસ્તાનમાં યુવાનોને ટ્રેનિંગ આપીને તેમની ભરતી કરી રહ્યા છે છતાં પાકિસ્તાનની સરકાર આંખો બંધ કરીને બેઠી છે અને એટલા માટે જ અમેરિકાના તાજા રિપોર્ટમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે કે ઇમરાન ખાને આતંકી સંગઠનો અને નાબૂદ કરવા માટે કે તેમને રોકવા માટે કોઈ પગલાં લીધાં નથી.
આ રિપોર્ટ સત્યથી એકદમ નજીક લાગે છે કારણ કે પાકિસ્તાનમાં જે કંઈ ચાલી રહ્યું છે તે આખી દુનિયા ટીવીની સ્ક્રીન પર અને મોબાઇલ ફોનમાં જોઈ રહી છે.
પાકિસ્તાનની જનતાને કાશ્મીરની સમસ્યા માં એટલો બધો રસ નથી તો પછી શા માટે ઇમરાન ખાન અને તેમની આખી ટૂકડી કાશ્મીર નો ચિપીયો પછાડવા માટે હમેશાં તૈયાર રહે છે તે સમજાતું નથી. પાક ની જનતા ને સુખી કરવા માટે ધ્યાન કેિન્દ્રત કરવું જોઇએ તેના બદલે ઇમરાન ખાને આતંકી સંગઠનો ને પનાહ આપી છે અને એમને ઉત્તેજન આપીને ખુદ પોતાના જ પગ પર કુહાડો મારી દીધો છે.
હવે પછી એફ એ ટી એફ ની બેઠક મળશે ત્યારે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવામાં આવશે તે વાતમાં કોઈ શંકા રહી નથી અમેરિકાના રિપોર્ટને પણ એક પુરાવો ગણવામાં આવશે. ભારતને પરમાણુ યુÙની ધમકી આપનાર પાકિસ્તાન તેની જનતાને પૂરતું બ્રેડ બટર પણ આપી શકવાની સ્થિતિમાં નથી.પાકિસ્તાનમાં કટ્ટરપંથી મુલ્લાઆે એકાએક સqક્રય થયા છે તો તેની પાછળ જનતાનુ ભલુ કરવાનું એમ નું આયોજન નથી બલ્કે પોતાની મનમાની કરી શકે તે માટે એમને ખુંુ ગ્રાઉન્ડ જોઈએ છે અને પાકિસ્તાનમાં આતંકવાદ હિંસા ફેલાવીને બીજા દેશોમાં આતંકવાદ ની નિકાસ કરવી છે.
જો પાકિસ્તાને ભારત સાથે સારા સંબંધ રાખ્યા હોત તો આજે તેની અવ દશા ન થઇ હોત અને ત્યાંના સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં ભારત ની સહાયતા તેને મળી હોત. પરંતુ જનતાની ઈચ્છા ની હત્યા કરીને પાકિસ્તાન હંમેશાં ભારતવિરોધી નફરત ફેલાવવાનું કામ કર્યું છે અને તેના માઠા પરિણામો તેણે ભોગવી લીધા છે અને હજુ પણ આગામી દિવસોમાં તેને આનાથી પણ વધુ કઠોર દિવસો નો સામનો કરવો પડશે.
કાશ્મીરના મુદ્દા પર વિશ્વનો કોઈ દેશ પાકિસ્તાનની સાથે નથી તે હકીકત જાણી લીધા બાદ પાકિસ્તાની ઉધામા વધુ શરુ કર્યા છે અને નુકસાનીમાં તે પોતે જ રહેશે એમ કહેવામાં જરા પણ અતિશયોિક્ત નથી.
હજુ પણ પાકિસ્તાનને તક છે અને જો તે સુધરી જાય તો હજુ પણ તેના દેશની કંગાલિયત દૂર થઈ શકે એમ છે પરંતુ લાતો કે ભૂત બાતાેં સે નહી માનતે એ કહેવત મુજબ પાકિસ્તાનના નસીબમાં ભલાઈ તે જ નહી અને તે નેગેટીવ માર્ગ પર જ દોડવા માગે છે.
પાકિસ્તાનમાં મચેલી ઉથલપાથલ નું પરિણામ ખરાબ જ હશે અને જનતા માટે પણ તે ભયંકર પીડાદાયક હશે તેમ કહેવામાં પણ કોઇ અતિશયોિક્ત નથી. પાકિસ્તાનના શાસકો વિશ્વ આખાની અવગણના કરીને સુખી થઈ શકશે નહી એ વાત પણ એટલી જ પાકી છે તો પછી જનતાની મરજીને માન આપીને પાકિસ્તાને કાશ્મીર નો ચિપીયો પછાડવા નું બંધ કરીને ગરીબી નાબૂદી તરફ તમામ શિક્ત કામે લગાડવી જોઈએ તે સમયનો તકાદો છે.

Comments

comments