પાક.ને પાઠ ભણાવો

February 13, 2018 at 4:31 pm


જમ્મુ અને કાશ્મીરમાં વારંવાર ત્રાસવાદીઆે લશ્કરી મથકોને નિશાન બનાવી રહ્યાં છે પરંતુ અફસોસ અને આક્રાેશની વાત એ છે કે આટઆટલા હુમલા પછી પણ પ્રતિરોધક પગલાંની રીતે આપણે લગભગ નિષ્ફળ ગયાં છીએ. હવે માત્ર હાકલા-પડકારાથી કામ નહી ચાલે. કડક હાથે કામ લેવાની જરૂરૂ છે.
ર7 એપ્રિલના રોજ કુપવાડા ખાતે ત્રણ જવાન અને એક કેપ્ટન માર્યા ગયા હતા. આતંકવાદીઆે પાકિસ્તાનથી પ્રવેશ્યા હતા. 4થી મેના રોજ આતંકવાદીઆે લશ્કરી કાફલા પર ત્રાટક્યા હતા જેમાં ત્રણ સંરક્ષણદળના જવાનો જખમી થયા હતા. 3જી જૂનના રોજ શ્રીનગર-જમ્મુ વચ્ચેના હાઈવે પર લશ્કરના જવાનો પર ત્રાટક્યા હતા અને બે સૈનિકોને મારી નાખી, ચારને જખમી કયા¯ હતા. 10 આૅક્ટોબરના રોજ અરુણાચલ પ્રદેશમાં નીઆઉસા ખાતેના કમ્પની આેપરેટિંગ બેઝ પર હુમલો કર્યો હતો. 4થી ડિસેમ્બરના રોજ ફરી હાઈવે પર આક્રમણ કરીને એક જવાનને મારી નાખ્યો હતો અને એકને જખમી કર્યો હતો. 31મી ડિસેમ્બરના રોજ પુલવામાં જિલ્લામાં આતંકવાદીઆેના આત્મઘાતી હુમલામાં એક સીઆરપીએફ જવાન માર્યો ગયો હતો. 15મી જાન્યુઆરીના રોજ જૈશના આતંકવાદીઆે ત્રાટક્યા પણ ભારતીય લશ્કરની ટુકડીઆેએ પાંચનાં ઢીમ ઢાળી નાખ્યાં હતાં. અને આ વખતે અનેક આતંકવાદીને મારી નાખવામાં સફળતા મળી હતી!
આતંકવાદી હુમલા જેટલું જ ઘાતક પગલું જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સના વિધાનસભ્યએ પાકિસ્તાન તરફી કરેલા સૂત્રોચ્ચારને ગણી શકાય! અત્યંત દુઃખદ ઘટના ગણાય.
જવાબદાર નેતાઆેએ કડી નિંદા’થી આગળની ભાષામાં પણ વાત કરવી જોઇએ અને દેશને ખાતરી અપાવવી જોઇએ કે ભવિષ્યમાં કોઇ ત્રાસવાદી સંગઠન સૈન્ય મથકો પર હુમલા કરવાનું વિચારી પણ ના શકે તેટલી હદે તેને અભેÛ બનાવવા માટે શક્ય તમામ પગલાં ભરવામાં આવી ચૂક્યાં છે. આપણા એક એક જવાનની જિંદગી આપણા માટે અમૂલ્ય છે. આ જવાનો દેશ માટે પોતાની જિંદગીની પરવા કર્યા વિના ફરજ બજાવે તે સુનિિશ્ચત કરવા અનેક પ્રકારે ભોગ આપતા જવાનોના પરિવારજનોની સુરક્ષાની જવાબદારી સમગ્ર દેશની છે. આ મામલે કોઇપણ પ્રકારની ચૂક થાય એ બિલકૂલ અક્ષમ્ય છે.

Comments

comments

VOTING POLL