પાક. યુવતીઓના માધ્યમથી ભારતીય સૈનિકોને ફસાવતું આઈએસઆઈ

March 31, 2018 at 11:03 am


અતિ ગુ દસ્તાવેજ હાંસલ કરવાના હેતુથી ભારતીય સૈન્ય અધિકારીઓને પોતાની જાળમાં ફસાવવા માટે પાકિસ્તાન યુવતીઓનો ઉપયોગ કરી રહ્યું છે તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ હવે તેને બળ મળી ગયું છે. પાકિસ્તાનની ગુચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસીના આરોપમાં પકડાયેલા પંજાબના મોગા નિવાસી રવિકુમારે તપાસ એજન્સીઓ સામે સ્વીકાર કર્યેા કે આઈએસઆઈના કહેવા પર પાકિસ્તાનની બે ડઝનથી વધુ યુવતીઓ પોતાના ફેસબુક એકાઉન્ટથી ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી, કાર્યરત જવાન અને બોર્ડર સાથે જોડાયેલા વિસ્તારોના બેરોજગાર યુવતીકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને પોતાની જાળમાં ફસાવી રહી છે. રવિને સ્ટેટ સ્પેશ્યલ ઓપરેશન સેલે વીરવારથી પકડયો હતો.
ડીએસપી હરવિંદરસિંહે જણાવ્યું કે મામલો ગંભીર છે અને તપાસ કરવામાં આવી રહી છે. ન્યાયાધીશ સતીશકુમારની અદાલતે ગઈકાલે આરોપીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર મોકલીને કહેવાયું છે કે સેનાના જવાનો અને અધિકારીઓને આ બાબતે જાગૃત કરવામાં આવે કી જો કોઈ અજાણી યુવતી તરફથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો તેનો તુરતં સ્વીકાર કરવામાં ન આવે.
રવિની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો કે તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાની યુવતી સાથે વાત કરી રહ્યો હતો. તેના કહેવા પર તે પંજાબમાં અમુક સૈન્ય ઠેકાણાઓની આસપાસ પણ ફર્યેા અને અમુક તથ્ય એકત્ર કરી મહિલાને ફેસબુકના માધ્યમથી જાણકારી પૂરી પાડી હતી.
કાઉન્ટર ઈન્ટેલીજન્સની ટીમે રવિના ભાઈ પ્રદીપકુમાર અને પ્રદીપની પત્ની અનીતા રાનીની મોગા ગામના તલવંડી ભંગેરિયામાં સતત આઠ કલાક પૂછપરછ કરી હતી.

Comments

comments