પાટડીના ડ્રાઈવરે 10 હજાર રોકડા ભરેલું પાકિટ પરત કર્યું

July 19, 2019 at 11:01 am


પાટડી તાલુકાના ઝેઝરા ગામના ભરતભાઇ રણછોડભાઇ ઠાકોર ટ્રેક્ટરનું પાસીગ કરાવવા ગુરુવારે સુરેન્દ્રનગર જવા નિકળ્યા હતા. ત્યારે પાટડી આેમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે તેમનું પાકિટ પડી ગયું હતુ. સુરેન્દ્રનગર પહાેંચ્યા બાદ તેમણે ખબર પડતાં તેમણે ભાઇ સુરેશ ઠાકોરને શોધવા મોકલ્યો હતો. દરમિયાન દસાડા તાલુકા ખરીદ વેચાણ સંઘના પેટ્રાેલ પંપમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા નાગરભાઇ ખોડાભાઇ ઠાકોરને ઘેરથી સાયકલ પર પેટ્રાેલ પંપ આવતાં રસ્તામાં રેતી નીચે દટાયેલું પાકિટ મળી આવ્યું હતુ. તેમણે પેટ્રાેલ પંપ પર જઇને મેનેજર દિલીપભાઇ પટેલને વાત કરી પાકિટમાંથી મળી આવેકા ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડના આધારે ઝેઝરા ગામના આગેવાનનો સંપર્ક કરી આ પાકિટના માલિકનો સંપર્ક કર્યો હતો. આથી ઝેઝરા ગામના સુરેશભાઇ રણછોડભાઈ ઠાકોર પાટડી સંઘના પંપે આવી પહાેંચતા તમેનેજર દિલિપભાઇ પટેલ અને ડ્રાઇવર નાગરભાઇ ઠાકોર દ્વારા રુ. 10000ની રોકડ સાથેનું પાકિટ મૂળ માલિકને પરત સાેંપ્યું હતું.

Comments

comments

VOTING POLL