પાટણમાં વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધી: જુના સંસ્મરણો વાગોળ્યા

April 21, 2019 at 12:28 pm


ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. લોકસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીની નજર ઉત્તર ગુજરાતની બેઠકો પર છે. આજે વડાપ્રધાન મોદીની પાટણમાં સભા છે, પાટણની સભાના મંચથી વડાપ્રધાન મોદી સમગ્ર ગુજરાતને અનુલક્ષીને પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજે અમદાવાદમાં છે અને તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં પ્રચાર કરશે. આજે સવારે ૯.૦૦ વાગ્યે વડાપ્રધાન મોદીની પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે જાહેરસભા છે. વડાપ્રધાન મોદી સવારે ૧૦.૧૫ વાગ્યે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે પાટણ ખાતે રવાના થયા હતા. પીએમ મોદીએ કહ્યું કે પાટણ સાથે મારો જૂનો નાતો છે, મેં જીવનનો પહેલો ફોટો પાટણમાં પડાવ્યો હતો. આજે સાંજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. આજે બપોરે ૧૨.૦૦ વાગ્યાથી સાણંદથી ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અમિત શાહનો રોડ શો યોજાશે.

Comments

comments