પાટણવાવ પાસેના તલગણા ગામે મામી-ભાણેજે ગળાફાંસો ખાઇ મોત મીઠું કર્યું

August 25, 2018 at 11:39 am


ઉપલેટા તાલુકાના તલંગણા ગામે કોળી પરિવારના સગા મામી-ભાણેજે ગળાફાંસો ખાઈને મોત મીઠું કર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ તલંગણા ગામે રહેતા વૈભવભાઈ સોલંકી છેલ્લા બે દિવસથી કોઈ કારણોસર બહાર ગયા હતા ત્યારે તેના ઘરે તેની પત્ની શિતલબેન વૈભવભાઈ (ઉ.વ.30) તથા તેના સગા ભાણેજ ભાવેશ બાબુભાઈ સિહોરા (ઉ.વ.24) એકલા રહેતા હતા ત્યારે બસ સ્ટેન્ડ સામે આવેલ હિતેષભાઈ વાછાણીના ડેલામાં જઈ બન્ને મામી-ભાણેજે ગળાફાંસો ખાઈ લેતા તેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બન્નેને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈ આવતાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.

આ અંગેના કાગળો ઉપલેટા પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈએ તૈયાર કરી વધુ તપાસ અર્થે પાટણવાવ પોલીસને મોકલી આપ્યા હતા.

Comments

comments

VOTING POLL