પાટણસર પરિણીતા અને મુંદરામાં યુવાનનો આપઘાત

May 24, 2019 at 9:00 am


ભુજ તાલુકાના પાટણસર ગામે પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જ્યારે મુંદરામાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના પાટણસર ગામે રહેતા હસીનાબાઈ અલી જત (ઉ.વ. ર૩)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ડીડીટી પી જતાં તેને ભુજની જનરલ હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ અંગે ઈશબ લતીફ જતએ કરેલી જાહેરાતના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં મુંદરાના મહાદેવનગરમાં રહેતા વિજયકુમાર મોહનલાલ ચાવડા (ઉ.વ. ૩૬)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યો હતો. આ અંગે ભોગ બનનારના પિતા મોહનભાઈ ચાવડાએ કરેલી જાહેરાતના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL