પાટીદાર અનામત લડતને ત્રણ વર્ષ પૂર્ણ

August 25, 2018 at 11:29 am


પાટીદાર અનામત આંદોલન વખતે ત્રણ વર્ષ પૂર્વે 25મી ઓગસ્ટે હાર્દિકની ધરપકડ બાદ શહેરમાં હિંસા ભડકી હતી. આખા રાજ્યમાં જુદી જુદી જગ્યાએ તોફાની ટોળાએ તોડફોડ કરી સરકારી મિલકતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હતું. તે સમયે અમદાવાદમાં 63 ગુના નોંધાયા હતા. ત્યારબાદ ચૂંટણી પહેલા સરકારે સીઆરપીસીની કલમ 321 મુજબ કેસ પરત ખેંચવાની કાર્યવાહી કરી હતી. આ રીતે સરકારે અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ થયેલા 16 કેસો પરત ખેંચવા અરજી કરી છે. જ્યારે બાકીના કેસો હજુ પડતર છે.
સરકારે પાટીદારો સામે થયેલા કેસો પરત ખેંચવા નિર્ણય કર્યો હતો. તબક્કાવાર સરકારે કેસો પરત ખેંચ્યા છે પરંતુ હાર્દિક અને તેના સાથીઓ સામે દાખલ કરેલા રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચ્યા નથી. આ કેસો ઝડપથી ચલાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. અમદાવાદમાં ચાલી રહેલો રાજદ્રોહનો કેસ ચાર્જફ્રેમ માટે પડતર છે.
– 2015ના વર્ષના જુલાઇ માસમાં 22 વર્ષનો હાર્દિક પટેલ ગણતરીના સાથીદારોની સાથે પાટીદારોને અનામત મુદ્દે આંદોલન અને સંમેલનની વાત કરતો હતો જેને શરૂઆતમાં કોઇએ ગંભીરતાથી લીધો ન હતો. 25મીએ જીએમડીસીમાં પાટીદાર સમાજનું સંમેલન બોલાવવા મુદ્દે પણ પાટીદાર આંદોલનકારીઓમાં ભાગલા પડી ગયા હતા પરંતુ 25મીએ જ્યારે જીએમડીસી પર પાટીદારો ઉમટ્યા ત્યારે તે હાર્દિકની આગેવાની હેઠળનું ઐતિહાસિક સંમેલન બની ગયું હતું. આ સંમેલને ભાજપ્નો ગઢ ગણાતા ગુજરાતના રાજકારણને હચમચાવી દીધું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને તેમની ગાદી ગૂમાવવી પડી હતી. હાર્દિક પછી અન્ય યુવા આંદોલનકારીઓ પણ કોઇને કોઇ મુદ્દો લઇને મેદાનમાં આવી ગયા હતા. જેના કારણે ભાજપ્ને જિલ્લા-તાલુકા પંચાયતો ગૂમાવવી પડી હતી અને ગુજરાતમાં ફરી કોંગ્રેસને બેઠી થવાની અનાયાસે તક મળી જવા પામી હતી. હાર્દિકે હવે ફરી આંદોલનની જાહેરાત કરી છે ત્યારે હજુ પણ તેના આંદોલનનો તોડ ભાજપ્ના દિગ્ગજો શોધી શકયા નથી.
હાર્દિકના આંદોલનના કારણે પાટીદાર સમાજ સહિત અન્ય બિન અનામત વર્ગમાં પણ અનામતના કારણે તેમને શિક્ષણ અને નોકરીમાં પૂરતી તકો મળતી નથી તેવી લાગણી ઉભી થવા પામી હતી. પાટીદાર સમાજમાં આંદોલનની અસર એટલી મજબૂત હતી કે, ઠેરઠેર જાહેરમાં એવો વિરોધ થતો હતો કે ભાજપ્ના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને મોટા મોટા નેતાઓને પણ તેમના કાર્યક્રમો પડતા મૂકીને જવાની ફરજ પડતી હતી. ભાજપ્ના કહેવાતા કોઇ પાટીદાર નેતાઓ આંદોલન અટકાવવામાં કે તેના થકી પક્ષને થઇ રહેલું નુકસાન અટકાવવામાં સફળ નિવડી શકયા ન હતા.
પાટીદાર આંદોલનના કારણે ગુજરાતમાંથી પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેનને સત્તા ગૂમાવવી પડી હતી અને તે સાથે ભાજપ્ના રાજકારણમાં પણ ફેરફાર કરતા સરકારી વહીવટમાં પ્રમાણમાં જુનિયર એવા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવા પડયા હતા. હાર્દિકના પગલે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને ઠાકોર સમાજના નેતા તરીકે અલપેશ ઠાકોર ઉભયર્િ હતા. ગુજરાતમાં જાતિવાદી રાજકારણ દોઢ દાયકા પછી હાવી થયું હતું. પરિણામે ભાજપ્નો ગુજરાતનો ગઢ હચમચી ગયો હતો અને કોંગ્રેસને વર્ષો પછી મજબૂત થવાની તક મળી ગઇ હતી.

Comments

comments