પાટો વિકેટ નહી ચાલે, બાઉન્સી બનાવોઃ પીચ મામલે BCCI-SCA આમને-સામને

October 2, 2018 at 3:42 pm


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજા વન-ડેની મેજબાની દરમિયાન મફત પાસને લઈને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (એમપીસીએ)માં વિવાદ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રાેલ બોર્ડ (બીસીસીઆઈ) રાજકોટમાં રમાનારા પ્રથમ ટેસ્ટ મેચની પીચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે એક નવા વિવાદમાં ફસાઈ ગયું છે. ગુરૂવારથી બન્ને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે અને અહીની પીચને લઈને બન્ને આમને-સામને આવી ગયા છે. ભારતીય ટીમના આેસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં બીસીસીઆઈ ઈચ્છી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુÙ ટેસ્ટ શ્રેણીથી કોહલી એન્ડ કંપનીનો અભ્યાસ થઈ જાય એટલા માટે ટીમ મેનેજમેન્ટ બન્ને ટેસ્ટ મેચ માટે બાઉન્સી એટલે કે ઉછાળવાળી પીચ બનાવવાની ઈચ્છા જાહેર કરી છે. વેસ્ટ ઈન્ડિઝ પાસે સારા ફાસ્ટ બોલરો છે અને એવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઆેને આેસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં પરખવા માગે છે. આ માટે બીસીસીઆઈએ મુખ્ય ક્યુરેટર દલજીતસિંહ અને વિશ્વજીક પેડિયારને રાજકોટ મોકલ્યા છે જે એ વાતનું ધ્યાન રાખશે કે પીચ કેવી બનાવવામાં આવી રહી છે. જો કે આ નિર્ણય વિરુદ્ધ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ વાંધો વ્યક્ત કર્યો છે.

એસસીએ દ્વારા જણાવાયું કે ક્રિકેટ બોર્ડ ખોટી પરંપરા શરૂ કરી રહ્યું છે કેમ કે તમામ માન્યતા પ્રાપ્ત એસોસિએશનો પાસે પોતાના અનુભવી પીચ ક્યુરેટર છે જે 365 દિવસ કામ કરે છે. જો કે એ સ્પષ્ટ કરાયું નહોતું કે ટેસ્ટ માટે કેવી પીચ તૈયાર કરાઈ રહી છે. સૌરાષ્ટ્ર એક જૂનું એસોસિએશન છે અને પાછલા અનેક વર્ષોથી મેચની મેજબાની કરી રહ્યું છે. બીસીસીઆઈ દ્વારા પોતાના ક્યુરેટર મોકલવા એક ખોટી શરૂઆત છે. જો મેચ બાદ આઈસીસીએ પીચને લઈને કોઈ વાંધો વ્યક્ત કર્યો હતો તેનું જવાબદાર એસસીએ નહી ગણાય. બીસીસીઆઈએ જ તેની જવાબદારી લેવી પડશે. ખાસ કરીને ત્યારે કે જ્યારે અમારા કોઈ ક્યુરેટરની તેમાં ભાગીદારી નથી. લાંબા સમયથી એસસીએની જવાબદારી પર જ પીચ બનાવવામાં આવી રહી છે. જો કે છેલ્લા થોડા વર્ષોથી ક્રિકેટ બોર્ડ દ્વારા પોતાના ક્યુરેટર મોકલવામાં આવી રહ્યા છે. જો બોર્ડને એટલી જ ચિંતા હોય તો દરેક સ્થળે પોતાનો ક્યુરેટર નિમણૂક કરવો જોઈએ. બહારથી આવનારા લોકો કરતાં સ્થાનિક ક્યુરેટર જે તે શહેરની તાસીરથી વાકેફ હોય તેમને પીચની સારી ખબર હોય છે.

Comments

comments

VOTING POLL