પાડાસણ ગામની સીમમાંથી 744 બોટલ દારૂ ઝડપાયો

November 7, 2019 at 4:48 pm


Spread the love

રાજકોટની ભાગોળે પાડાસણ અને અણીયારા ગામની સીમ વચ્ચે વાડીમાં છુપાવેલા રુ.2.97 લાખની કિંમતના 744 બોટલ વિદેશી દારુ સાથે કોળી શખ્સની આજીડેમ પોલીસે ધરપકડ કરી અન્ય ત્રણની શોધખોળ શરુ કરી છે. આજીડેમ પોલીસ મથકના કોન્સ્ટેબલ કનકસિંહ અને કુલદીપ સિંહ ને મળેલી બાતમીના આધારે ઇન્ચાર્જ પીઆઇ એમ જે રાઠોડ અને તેમની ટીમે પાડાસણ અને અણીયારા ગામ જવાના રસ્તે બેઠા પુલ પાસે થોરની વાડમાં છુપાવેલો રુ.2.97 લાખની કિંમતનો 744 બોટલ વિદેશી દારુ સાથે આજીડેમ ચોકડી નજીક માંડાડુંગર પાસે નકલંગ પાર્કમાં રહેતા ભાવેશ દેહા ડાભી નામના કોળી શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં ડુંગરપુરના દિલીપ ઉર્ફે દિલો ચના રાઠોડ તેમજ જીજે ત્રણ જે એમ 5774ના ચાલક અને નંબર પ્લેટ વગરના હોન્ડા મોટર સાયકલ ચાલકની શોધખોળ શરુ કરી છે પોલીસે રુ.3.67 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.