પાણીપુરી ઉપર પ્રતિબંધ મુકવાને બદલે તેનો યોગ્ય ઉપાયો શોધવો જરૂરી

August 2, 2018 at 11:03 am


હાલના પાણીપુરીના વિક્રેતા પર ખરાબ, હલકી તથા બગડેલી વસ્તુઆે, વાપરવા અંગે આરોગ્ય શાખાએ દરેક જિલ્લામાં ચેકીગ કરેલ છે, આથી ખરાબ વસ્તુઆેનો નાશ કરેલ છે તે બીલકુલ યોગ્ય છે. પરંતુ દરોડા દરમ્યાન હલકી ગુણવતા વાળો પદાથર્ મળે તો તેનો નાશ કરવો અને નોટીસ આપવી તેની અસર આવી વસ્તુઆે વેંચનાર પર પણ થશે તેને માટે સરકારે કોગ્નીઝેબલ કાયદો બનાવવો જોઇએ અને ગુનો સાબિત થાય તો 20 વર્ષની જોગવાઇ કરવી જોઇએ તો મહદઅંશે આવા ભેળસેળીયા વેપારીઆે પર અંકુશ આવશું, ફકત પાણપુરીમાં ભેળસેળ થાય છે તેવું નથી પરંતુ દુધ, ઘી, માખણ વગેરેમાં ભેળસેળ થાય છે તેથી ખાધ વસ્તુઆે પર બંધ મુકવો યોગ્ય નથી, પ્રતિબંધથી રોજગારી ઉપર પણ અસર થાય છે તેમ પૂર્વ હોમગાર્ડઝ કમાન્ડન્ટ આર.એસ. ભટ્ટે જણાવ્યું હતું. દુનિયાના કોઇપણ દેશમાં ખાÛ પદાથા£ પર આવી ભેળસેળ થતી નથી, ભેળસેળ જોવામાં આવે તો તેને સખત સજા થાય છે, અને કાયમ માટે તેનું લાયસન્નસ રદ થાય છે, આપણાં દેશમાં તો ઘણા વેપારીઆે લાયસન્સ વગર ધંધો કરે છે, તે સંપૂર્ણ નાબુદ કરવું જોઇએ.

આરોગ્ય શાખાએ ફકત રોગચાળો ફેલાય ત્યારે જ ચેકીગ કરવું તે યોગ્ય નથી પરંતુ આખુ વર્ષ ચેકીગ કરવું જોઇએ, રાજયમાં દરેક જગ્યાએ ભેળસેળ ચેકીગની લેબોરેટરી હોવી જોઇએ, તેથી તાત્કાલીક ચેકીગ કરી, સજા કરી શકાય. આરોગ્ય શાખા ભેળસેળ તત્વોનું ચેકીગ કરે તેટલું પુરતું નથી પરંતુ લોકોએ ભેળપુરી, પાણીપુરી વેંચનાર રેકડીવાળાઆેના કપડાં તથા હાથ બીલકુલ ગંદા હોય છે ખાÛ વસ્તુઆે પર જારીના ઢાંકણા ન હોય તો, વસ્તુ પીરસનારે હેન્ડગ્લોઝ પહેરેલા ન હોય તો આવા દુકાનદાર અથવા રેકડીવાળા પાસે ખાÛ પદાથર્ લેવો જોઇએ તે લોકોની પણ ફરજ છે. અંતમાં ખાÛ પદાથર્માં ભેળસેળ કરનાર વેપારી પર કોગ્નીઝેબલ ગુનો દાખલ કરવો જોઇએ ગુનો સાબિત થાય તો આેછામાં આેછી ર0 વર્ષની સજા કરવાનો કાયદો કરવો જોઇએ, આરોગ્ય શાખાએ વાંરવાર ચેકીગ કરવું જોઇએ. નાગરીકોએ ગંદા કપડાં પહેરેલ અને હેન્ડગ્લોઝ વાપરતા ન હોય તેવા દુકાનદાર તથા રેકડીવાળાઆે પાસેથી વસ્તુઆે ખાવી કે લેવી ન જોઇએ, તો ભેળસેળ કરનારાઆે પર કંટ્રાેલ આવશે તેમ અમારું માનવું છે.

Comments

comments

VOTING POLL