પારાવાડા ગામે ત્રણસો વ્યિક્તઆેને ફંડ પોઈઝનની અસર

January 19, 2019 at 2:22 pm


પોરબંદર તાલુકાના પારાવાડા ગામે ત્રણસો વ્યિક્તઆેને ફંડ પોઈઝનની અસર થતા તેમને સારવાર આપવામાં આવી રહી છે.પોરબંદરના પારાવાડા ગામે ગઈકાલે નાથાભાઈ અરસીભાઈ કારાવદરાના દીકરા મયુરના લગ્ન હતા જેમાં બપોરે મહેર સમાજની વાડીમાં લગ્નપ્રસંગનો 900 થી 1100 લોકોનો જમણવાર યોજાયો હતો. જેમાં ભોજન લીધા બાદ 300 જેટલા લોકોને ફંડ પોઈઝનીગના કારણે ઝાડા-ઉલ્ટી થઈ જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ તાકીદે પોરબંદરથી આરોગ્ય ખાતાના મુખ્ય અધિકારી મોડ દ્વારા એક સાથે પંદર સ્ટાફની એક ટીમને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી હતી અને ગામની સમાજની વાડીમાં જ સારવાર શરૂ થઈ ગઈ હતી. આમ છતાં બાર જેટલી વ્યિક્તઆેને નજીકના અડવાણા ગામના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે અને બે બાળકોની તબિયત લથડતા પોરબંદર હોસ્પિટલે લાવવામાં આવેલ છે. સારવાર બાદ તમામની િસ્થતિ સાધારણ છે અને ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે. ભોજનમાં 10 થી 12 આઈટમ રાખવામાં આવી હતી તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા જે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ફંડ પોઈઝનીગની અસર થતા પારાવાડા ગામે પાણીના ંાેતોમાં ક્લોરીન નાખવામાં આવ્યું હતું જેથી રોગચાળો વધુ ન વકરે અને ચોક્કસ રીપોર્ટ આવ્યા પછી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ એ.ડી.એચ.આે. એ.જી. રાઠોડે જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL