પાલિતાણા-સોનગઢ રોડ પર કાર પલ્ટી જતા મહિલાનું મોત

April 18, 2019 at 2:33 pm


પાલિતાણા સોનગઢ રોડ પર મોખડકા ગામ નજીક કાર પલ્ટી જતા મહિલાને ગંભીર ઇજાઓ થતા તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય પાંચને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પાલિતાણા ટાઉન પોલીસ મથક સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણા – સોનગઢ રોડ પર મોખડકા ગામ નજીકથી પુરપાટઝડપે જઇ રહેલી કાર નંબર જી.જે.4 બી.ઇ. 9724ના ચાલક અપૂર્વભાઇ અજમેરા (ઉં.વ.27) એ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી જતા કારમાં બેસેલા નિલાબેન નિલેશભાઇ અજમેરા (ઉં.વ.50) ને ગંભીર ઇજાઓ થતા તેણીનું મોત નિપજ્યુ હતુ.
જયારે નિલેશભાઇ હરકીશનભાઇ અજમેરા સહિત પાંચને ઇજાઓ થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે નિલશેભાઇ હરકીશનભાઇ અજમેરા (ઉં.વ.51, રહે : સર્વોદય સોસાયટી, પાલિતાણા) એ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં અપૂર્વ નિલેશભાઇ અજમેરા વિદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની વિદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL