પાસપોર્ટની કાર્યવાહીમાં નિયમ વિરૂધ્ધ પાઘડી ઉતરાવાતા સજાર્યો વિવાદ !!

May 16, 2018 at 4:45 pm


ભાવનગરમાં પાસપોર્ટ કચેરીના તંત્રવાહકોએ ઘરની ધોરાજી ચલાવી એક સિખ અરજદારને પાસપોર્ટની કાર્યવાહી માટે ફરજીયાત પાઘડી ઉતરાવી વિવાદને આમંત્રણ આપ્યું છે. પાઘડી ઉતારવી ફરજીયાત નથી તેવો ખુલાસો આરટીઆઈમાં પણ થતા તંત્ર વાહકોની જોહુકમી ખુંી પડી ગઈ છે અને હવે સંબંધીત અધિકારી સામે કાર્યવાહી માટે સિખ સમાજના કેટલાક આગેવાનો ગંભીર પણે વિચારી રહ્યા છે.
પાસપોર્ટ કઢાવવા પૂર્વેની કામગીરી માટે પાઘડી ઉતારવી તેવો કોઈ નિયમ છે જ નહી પરંતુ ભાવનગરની કચેરીમાં તંત્ર વાહકોએ મનમાની કરી આ નિયમ ઠોકી બેસાડયો હોય એમ ગત તા.28 ફેબ્રુઆરીના ભાવનગર હેડ પોસ્ટ આેફીસ િસ્થત પાસપોર્ટ કચેરીએ પાસપોર્ટ કઢાવવા ગયેલા અરજદાર અજિતસિંઘ હરિમલ કુકડેજા (રે, રસાલા કેમ્પ, સંત કંવરરામ ચોક) ને ફરજપરના કર્મચારીએ પાઘડી (દસ્તાર) ઉતારવા કહેલ. આથી અરજદારે પાઘડી ઉતારવી એ પોતાના ધર્મ વિરુધ્ધ હોવાનું જણાવતા પાસપોર્ટ આેથાેરિટીનો નિયમ હોવાનું જણાવી પાઘડી ઉતાર્યા વગર પાસપોર્ટ નીકળશે તેમ કહી પાઘડી ઉતારવા મજબૂર કર્યા હતા અને તેમની ધામિર્ક લાગણી દુભાવી હતી.
આ વિવાદી મુદ્દે અરજદારે ગુરુ ગોવિંદસિંઘજી સીખ સંગત સેવા કમિટીમાં આ બાબતે ચર્ચા કરતા આવો કોઈ નિયમ જ નહી હોવાનું આગેવાનોએ પણ જણાવ્યું હતું છતાં સત્તાવાર માહિતી માટે આ બાબતે આરટીઆઈ તળે માહિતી માંગી ખુલાસો પૂછતાં પાસપોર્ટ આેથાેરિટીએ પણ પાઘડી ઉતારવાનો કોઈ નિયમ નહી હોવાનું જણાવ્યું હતું. આમ ફરજ પરના વ્યિક્તની જોહુકમી અને મનસ્વીપણું હોવાનું પુરવાર થયું છે. આ મુદ્દે સમાજના આગેવાનોમાં પણ રોષ ફેલાયો છે અને ગેરકાયદે કનડગત થતા ધામિર્ક લાગણી દુભાવવાનાં આ કૃત્ય બદલ કાર્યવાહી માટે ગંભીર પણે વિચારણા કરી રહ્યા હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.

Comments

comments

VOTING POLL