પીએનબીના શેર તૂટતાં રોકાણકારોના 8000 કરોડ ડૂબ્યા

February 16, 2018 at 10:56 am


પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ની મુંબઈ સ્થિત એક શાખામાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું મહાકૌભાંડ સામે આવ્યા બાદ મુંબઈ શેરબજાર (બીએસઈ)માં બેન્કના રોકાણકારોને ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લાગી ચૂકયો છે. આ રકમ બેન્કના વાર્ષિક નફાના છ ગણા કરતાં વધુ છે. ગુરૂવારે પણ બીએસઈમાં બેન્કના શેર ૧૨ ટકા તૂટયા હતાં તો આજે તેમાં ૩૨ ટકા સુધીનો કડાકો બોલી જતાં રોકાણકારોની માઠી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે બુધવારે કૌભાંડના અહેવાલો સામે આવ્યા બાદ બેન્કના શેર અંદાજે ૧૦ ટકા નીચે સરકી ગયા હતા.
બીજી બાજુ આ મામલામાં ઈડીની તપાસના દાયરામાં આવેલી એક અન્ય કંપની ગીતાંજલિ જેમ્સના શેર પણ ગુરૂવારે ૨૦ ટકા તૂટયા હતાં. આનાથી કંપનીના બજારમાં મુડીરોકાણને અંદાજે ૧૪૦ કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો હતો

Comments

comments

VOTING POLL