પીએફ યોગદાન ઘટાડવા સરકારની વિચારણા: કર્મચારીના હાથમાં વધુ પગાર આવશે

August 1, 2018 at 10:43 am


સરકાર સોશ્યલ સિક્યોરિટી કોન્ટ્રીબ્યુશન એટલે કે પ્રોવિડન્ટ ફંડ વગેરે પ્રકારે પગારમાંથી કપાતી રકમને ઘટાડવાની તૈયારી કરહી છે. આ પગલાં બાદ લોકોના હાથમાં વધુ પગાર આવશે. આ માટે લેબર મંત્રાલયની એક સમિતિ પીએફ મયર્દિાની સમીક્ષા કરી રહી છે અને મહિનાના અંત સુધીમાં ભલામણો તૈયાર કરી લેવાશે.
અનુમાન અનુસાર કર્મચારીના પગારમાંથી કપાતી રકમમાં બે ટકાનો ઘટાડો આવી શકે છે. આવી જ રીતે કંપ્નીઓ દ્વારા અપાતા યોગદાનમાં પણ કાપ મુકાશે. સમિતિની ભલામણો આવ્યા બાદ મંત્રાલય આ તમામ પક્ષો સાથે ચચર્િ કરશે. ત્યારબાદ તેને અંતિમ પ આપી અમલી બનાવવામાં આવશે.
અત્યારે સોશ્યલ સિક્યોરિટી કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોઈઝ મતલબ કે મુળ પગારનો 24 ટકા કપાય છે જેમાં કર્મચારીના 12 ટકાનો હિસ્સો સામેલ છે જે પીએફ એકાઉન્ટમાં જાય છે. કંપ્ની પણ તેમાં 12 ટકાનું યોગદાન આપે છે. આ પૈસા પેન્શન એકાઉન્ટ, પીએફ એકાઉન્ટ અને ડિપોઝીટ લિન્કડ ઈુસ્યોરન્સમાં જમા થાય છે.
ફેરફાર બાદ કર્મચારી અને કંપ્ની બન્નેનો હિસ્સો ઘટાડીને 10 ટકા કરવામાં આવી શકે છે. તેનાથી કર્મચારીને હાથમાં વધુ પગાર આવશે. જે યુનિટમાં 20થી ઓછા લોકો કામ કરે છે તેના માટે પહેલાથી જ 10 ટકા યોગદાનનો નિયમ લાગુ છે. હવે તેને તમામ કંપ્નીઓ અને સંસ્થાનોમાં લાગુ કરવામાં આવી શકે છે.
અધિકારીએ જણાવ્યું કે અમે સોશ્યલ સિક્યોરિટી કવરેજનો દાયરો 5 ગણો વધારી રહ્યા છીએ. અમને લાગે છે કે આગળ જતાં કંપ્ની અને કર્મચારીના કોન્ટ્રીબ્યુશનમાં ઘટાડો સૌના હિતમાં છે. સરકારને આશા છે કે સોશ્યલ સિક્યોરિટીના દાયરામાં આવનારા વર્કર્સની સંખ્યા અત્યારે 10 કરોડથી વધીને 50 કરોડે પહોંચી જશે.

Comments

comments

VOTING POLL