પીએમસી કાંડમાં વાધવાન, વરિયમની કસ્ટડી વધી ગઇ

October 9, 2019 at 7:48 pm


પંજાબ એન્ડ મહારા»ટ્ર કો-આેપરેટિવ બેંક (પીએમસી)ના પૂર્વ ચેરમેન અને એચડીઆઈએલના બે ડિરેક્ટરોની પાેલીસ કસ્ટડી 14મી આેક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. બેંકમાં 4355 કરોડ રૂપિયાના કૌભાંડના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે તેમની કસ્ટડી વધારી દેવામાં આવી છે. હાઉિંસગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એચડીઆઈએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગની ગયા ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે પીએમસી બેંકના પૂર્વ ચેરમેન વરિયનિંસહની શનિવારના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પાેલીસની ઇકોનાેમિક આેફેન્સ વિંગના અધિકારીઆે દ્વારા તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને આજે એડિશનલ ચીફ મેટ્રાેપાેલિટન મેજિસ્ટ્રેટ (સીજી શેખ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રિપુટીની પાેલીસ કસ્ટડીની અવધિ પુરી થયા બાદ તેમને આજે રજૂ કરવામાં આવ્યા હતા. પાેલીસે કોર્ટમાં કહ્યું હતું કે, કૌભાંડના સંદર્ભમાં વધુ પુછપરછ કરવાની જરૂર દેખાઈ રહી છે જેથી તેમને રિમાન્ડ મળે તે જરૂરી છે. ત્યારબાદ કોટેૅ 14મી આેક્ટોબર સુધી તેમના રિમાન્ડને લંબાવી દીધા હતા. બીજી બાજુ બેંકના મોટી સંખ્યામાં કસ્ટમરોએ કોર્ટની બહાર બેંક અધિકારીઆે સામેના વિરોધમાં દેખાવો કર્યા હતા. ગયા સપ્તાહમાં જ મુંબઈ પાેલીસ દ્વારા વાધવાન અને પીએમસી બેંક સામે કેસ દાખલ કયોૅ હતાે. બેંકને 4355.43 કરોડ રૂપિયાનું નુકસાન પહાેંચાડવા બદલ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતાે. એચડીઆઈએલની 3500 કરોડથી વધુની સંપિત્ત જપ્ત કરવામાં આવી ચુકી છે. સમગ્ર મામલામાં ઉંડી તપાસ હજુ પણ ચાલી રહી છે. ત્રિપુટી ઉપરાંત પાેલીસે પીએમસી બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસની ધરપકડ કરી હતી. 17મી આેક્ટોબર સુધી તેમને પાેલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પાેલીસે અગાઉ કોર્ટમાં કહ્યું હતું કે, પીએમસી બેંકે એચડીઆઈએલના 44 લોન ખાતાઆે બદલી નાંખ્યા છે. એચડીઆઈએલ અને તેની ગ્રુપ કંપનીઆે સામે હજુ પણ તપાસ ચાલી રહી છે. પીએમસી બેંક કૌભાંડને લઇને પાેલીસ અને અન્ય તપાસ સંસ્થાઆે તપાસ ચલાવી રહી છે. તેમની અભૂતપૂર્વ સંપિત્તની માહિતી મળી ચુકી છે. ત્રિપુટીને ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની આકરી પુછપરછ ચાલી રહી છે.

Comments

comments