પીએમ આવાસ ઃ હવે કાપેૅટ વિસ્તારમાં 33 ટકા વધારો

June 13, 2018 at 7:33 pm


પાેષાય તેવા સસ્તા મકાનાેને પ્રાેત્સાહન આપવાની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે. સરકારે હવે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ હેઠળ સબસિડી માટે લાયક મકાનાેના કાપેૅટ એરિયામાં 33 ટકાનાે વધારો કરી લધો છે. મિડલ ઇન્કમ ગ્રુપ સેગ્મેન્ટમાં કાપેૅટ એરિયામાં વધારો કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં આવાસ અને શહેરી બાબતાેના મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વધારો હવે એમઆઈજી કસ્ટમરોને વધુ ફાયદો કરાશે. સબસિડી માટે ક્વાલીફાઈ થવા એમઆઈજી કસ્ટમરોને કેટલીક વધુ શરતાે પાળવી પડશે. આ ફ્લેગશીપ મિશન હેઠળ ઉપલબ્ધ લાભ મેળવવા માટે કસ્ટમરો બિલકુલ લાયક છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની મહત્વકાંક્ષી ફ્લેગશીપ યોજના હેઠળ મોટી સંખ્યામાં લોકોને લાભ મળી રહ્યાા છે. કાપેૅટ એરિયાને 120 સ્કવેર મીટરથી વધારીને 160 સ્કેવર મીટર સુધી કરવામાં આવ્યો છે. છ લાખથી 12 લાખ વચ્ચેની આવક ધરાવનાર પરિવારને એમઆઈજી-1માં ગણી લેવામાં આવે છે જ્યારે એમઆઈજી-2માં જે લોકોની આવક 12 લાખથી 18 લાખ વચ્ચેની છે તેમાં કાપેૅટ એરિયા 150 સ્કેવર મીટરથી વધારીને 200 સ્કેવર મીટર કરવામાં આવી રહ્યાા છે. એમઆઈજી-1 માટે વ્યાજ સબસિડી ચાર ટકા છે અને નવ લાખ રૂપિયાની આવાસ લોન માટે લાયક છે. સબસિડી માટેની રકમ 235068 રૂપિયા છે. આવી જ રીતે એમઆઈજી-2 માટે વ્યાજ સબસિડી ત્રણ ટકા છે અને લાયક લોનની રકમ 12 લાખ રૂપિયા છે. સબસિડી માટે અપફ્રન્ટ રકમ 230156 છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રિઝર્વ બેંક આેફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેિંન્ડગ માટે હાઉિંસગ લોનની મર્યાદાને વધારી દીધી છે. આરબીઆઈએ પીએસએલ લાયકાત માટે હાઉિંસગ લોન મર્યાદા પ્રવતૅમાન મેટ્રાે શહેરોમાં 28 લાખ અને 35 લાખ વચ્ચે કરી દીધી છે જ્યારે અન્ય સેન્ટરોમાં બે લાખથી વધારીને અઢી લાખ કરવામાં આવી છે. એમઆઈજી સેગ્મેન્ટને આશાસ્પદ વગૅ તરીકે ગણવામાં આવે છે. હાઉિંસગ સેક્ટરમાં વધી ગયેલું કન્સ્ટ્રક્શન પ્રવૃિત્તના કારણે સિમેન્ટ, સ્ટીલ, મશીનરી અને અન્ય સંબંધિત સેક્ટરોને પણ ફાયદો થઇ રહ્યાાે છે. શહેરી વિસ્તારમાં વધુ નિમાૅણ પ્રવૃિત્તના લીધે સ્કીલ અને અનસ્કિલ્ડ વર્કરો માટે વધુ નાેકરીની તકો સજાૅશે.

Comments

comments

VOTING POLL