‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મની રિલીઝને સુપ્રીમની લીલીઝંડી

April 10, 2019 at 1:52 pm


વિવેક ઓબેરોય દરેક રોલ માટે પરફેક્ટ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ પર રોક લગાવવા પર ઇન્કાર કરી દીધો છે.

 

સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે કહ્યું કે, ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં. બેંચે કહ્યું કે, સેન્સર બોર્ડ દ્વારા હજુ સુધી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું નથી. ફિલ્મ આચાર સંહિતાનો ભંગ છે કે નહીં તે નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું છે, આ પહેલા બોમ્બે હાઈકોર્ટે સોમવારે આપેલા પોતાના ચુકાદામાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ ડેટ પર દખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

 

પીએમ મોદીની બાયોપિકને અનેક પાર્ટીઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન માની રહી છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે પણ તેની રીલીઝ ડેટ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ચૂંટણી પંચને પણ આ ફિલ્મની ફરિયાદ કરવામાં આવી હતી.

 

ફિલ્મ પર રોક લગાવવાની માંગને લઈને વિવેકે કહ્યું હતું કે મને સમજમાં નથી આવી રહ્યું કે કેટલાક લોકો આ પ્રકારે ઓવરરિએક્ટ કેમ કરી રહ્યા છે, વધુમાં તેને કહ્યું કે, ફિલ્મમાં મોદીની જિંદગીને વધારી-ચડાવીને નથી દર્શાવવામાં આવી, પરંતુ પીએમ મોદીનું વ્યક્તિત્વ પહેલાથી જ ઘણું મોટું છે.

 

આ બાયોપિક ફિલ્મ પહેલાં 5 એપ્રિલે રિલીઝ થવાની હતી, જે હવે 12 એપ્રિલે સિનેમાઘરોમાં ચમકશે.

 

 

Comments

comments